ઓલપાડનાં કલસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પ્રખર ચિંતક, વિચારક, તત્વજ્ઞાની, ભારતીય સંસ્કૃતિનાં પુરસ્કર્તા, ભારતરત્ન, ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક તેમજ આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવાં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન ૫ સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે જાણીતો છે. સમસ્ત શિક્ષક્ગણને સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે તે હેતુથી આ દિવસ પ્રતિ વર્ષ ઉજવાય છે.
જેને અનુલક્ષીને ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત કલસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, નઘોઈ, જીણોદ, કમરોલી, મીંઢી, મોર, મીરજાપોર તથા ભગવા ગામની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે તમામ શાળાઓમાં બાળકો ધ્વારા શૈક્ષણિક કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. બાળકોએ આનંદપૂર્વક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી. તમામ શાળાઓમાં આચાર્ય ધ્વારા શિક્ષકદિનની ઉજવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તદઉપરાંત બાળકોનાં જીવનઘડતરમાં શિક્ષકોનાં યોગદાન વિશે સમજ આપવામાં આવી હતી. કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજયભાઈ પટેલ તથા કેન્દ્રચાર્યા શ્રીમતી જાગૃતિબેન પટેલે સૌ બાળશિક્ષકોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other