મતદાર યાદી ઓબ્ઝર્વર રેમ્યા મોહન (IAS )એ તાપી જિલ્લાની મુલાકાત લીધી

Contact News Publisher

વધુમાં વધુ યુવા મતદારોને આગામી ચૂંટણી પર્વમાં ભાગ લેવા અનુરોધ
…………………..
(માહિતી બ્યુરો વ્યારા) તા.૦૩- નેશનલ હેલ્થ મિશન ડાયરેકટર અને મતદાર યાદી ઓબ્ઝર્વર, રેમ્યા મોહન (IAS )એ આજરોજ તાપી જિલ્લાની મુલાકાત લીધી હતી.આગામી વિધાનસભા ચુંટણી પર્વ નિમિત્તે હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે ત્યારે ઈલેકશન કમિશન દ્વારા વધુમાં વધુ યુવા મતદારો ચૂંટણી પર્વમાં ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાર યાદી ઓબ્ઝર્વર રેમ્યા મોહન (IAS )એ અનુરોધ કર્યો છે. કોરોના સમય દરમિયાન પરિવારો સ્થળાંતર થયા હોય અથવા મૃત્યુ પામેલ વ્યક્તિના નામ કમી થાય અને મતદાર યાદી અદ્યતન બને તે માટે મતદાર યાદી ઓબ્ઝર્વરે ખાસ ભાર મુક્યો હતો.
વધુમાં રેમ્યા મોહને જણાવ્યું હતું કે બુથવાઈઝ એનાલીસીસ થાય, BLO સાથે વ્યક્તિગત મુલાકાત કરી વીક પરફોર્મન્સ વિશે સર્વે કરવા માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. પ્રાંત અધિકારી દ્વારા બેઠકો યોજાય અને BLO ના પણ પ્રશ્નો હોય તો સાચી પરિસ્થિતિ બહાર આવે છે. સારામાં સારૂ કામ કરતા BLO ને પ્રોત્સાહન અપાય અને પ્રચાર-પ્રસારના માધ્યમ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવા ઓબ્ઝર્વરે સૂચન કર્યું હતું.
કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ તાપી જિલ્લાની ડેમોગ્રાફિક વિગતો આપતા જણાવ્યું હતું કે આ જિલ્લામાં સાત તાલુકાઓ આવેલા છે. અહીં ૧૭૧ વ્યારા(ST) અને ૧૭૨ નિઝર(ST) વિધાનસભા સીટ આવેલી છે. જેમાં ૧૭૧ વ્યારામાં ૨૬૦ BLO અને ૧૭૨ નિઝર સીટમાં ૩૪૫ BLO છે. વ્યારા સીટ ઉપર ફોર્મ નં- 6B ૧૪૬૮ ભરાયા છે. નિઝર સીટ ઉપર ૨૧૩૨ ફોર્મ નોંધાયા છે. ફોર્મ નં. 6B,7,8 મળીને કુલ ૩૨૧૩૦ ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત રાજકીય પક્ષો,મીડિયા સાથે બેઠક કરવામાં આવી છે. મતદાર જાગૃતિ અભિયાન કરવામાં આવે છે. સોશિયલ મીડિયા, રથયાત્રા,વંદે ગુજરાત યાત્રા,તિરંગા યાત્રા દરમિયાન પણ મતદાર જાગૃતિ અભિયાન કરવામાં આવે છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સાગર મોવાલિયા,વ્યારા પ્રાંત અધિકારી આર.સી.પટેલ,નિઝર પ્રાંત અધિકારી જયકુમાર રાવલ ઉપસ્થિત રહ્યા હતા. નિવાસી અધિક કલેકટર આર.જે.વલવીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other