તાપી જિલ્લા સયુકત્ત કર્મચારી મોરચા દ્વારા વિવિધ માંગણીઓને લઈ રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઘી ગુજરાત રાજય સંયુકત્ત કર્મચારી મોરચો અને રાજય મહામંડળના આદેશ અન્વયે સરકારશ્રીના વિવિધ ૧૭ જેટલા વિભાગોના વર્ગ -૩ ના કર્મચારીઓ આજ રોજ તાપી જિલ્લા ખાતે ૧ થી ૧૫ જેટલા પ્રશ્નો ૧ સંદર્ભે સયાજી ગ્રાઉન્ડ વ્યારાથી રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
તાપી જિલ્લા સંયુકત્ત કર્મચારી મોરચાના પ્રમુખ સુધાકરભાઈ ગામીત અને મહામંત્રી સુરેશભાઈ ગામીતની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી , ફિકસ પગાર પ્રથા નાબુદ કરવી , સાતમાં પગાર પંચના બાકી ભથ્થા અમલ કરવા , રહેમ રાહે મળતી નોકરી યોજના ફરી ચાલુ કરી તેમની નોકરી સળંગ કરવી , કેન્દ્રના કર્મચારીઓની જેમ ૧૦-૨૦-૩૦ની ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવો , કેશલેશ મેડીકલેમની મર્યાદા ૧૦ લાખ કરવી , નિવૃત્તી વય મર્યાદા ૫૮ વર્ષથી વધારી ૬૦ વર્ષ કરવી , ૩૦ મી જુને નિવૃત્તી થતા કર્મચારીઓને ઈજાફાનો લાભ આપવો , પૂર્વ સેવા તથા ખાતાકીય પરિક્ષામાં ટકાવારી જાગેવાઈ સુધારવી , બોર્ડ નિગમ ગ્રાન્ટ – ઈન – એઈડ , નગર પાલિકાના કર્મચારીઓ રાજયના કર્મચારી ગણી સાતમાં પગારનો લાભ આપવો , આઉટ સોર્સ પ્રથા બંધ કરવી સહિત ૧ થી ૧૫ માંગણીઓ સંદર્ભે રાજય સરકાર સામે બાયો ચઢાવી સયાજી સર્કલથી વિશાલ સંખ્યામાં રેલી યોજી કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જો આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ ના આવે તો તા . ૧૧ મી સપ્ટેમ્બરે દક્ષિણ અને મધ્ય ઝોનની વડોદરા ખાતે રેલી ૧૭ મી એ સામુહિક સી.એલ. તા . ૨૨ મી સપ્ટેમ્બરે પેનડાઉન અને ૩૦ મી સપ્ટેમ્બરેથી અચોકકસ મુદ્દતની હડતાળ પર જશે . તેવું તાપી જિલ્લા સયુકત્ત કર્મચારી મોરચાના પ્રમુખ સુધાકરભાઈ ગામીત અને મહામંત્રી સુરેશભાઈ ગામીતને એક અખબારી યાદી જણાવેલ છે .