આજથી મહિના માટે સિટીલિંક એપ-મનીકાર્ડથી ટિકીટ લેનારને ફ્રી યાત્રા

Contact News Publisher

(સુશાંત શીંદે દ્વારા, સુરત) ; -પાલિકાની જાહેર પરિવહન સેવાનો શહેરીજનો વધુમાં વધુ લાભ લે તે માટે અને ડિજિટલ કેસલેસ ટ્રાન્જેકશનને પ્રાધાન્ય આપે તે માટે આવતીકાલ તારીખ 1 થી 30 સપ્ટેમ્બર સુધી સુરત મનીકાર્ડ તથા સિટિલિંક મોબાઇલ એપ મારફતે ટીકીટ બુકિંગ કરશે તો તે મુસાફરોને ટિકીટમાં 100 ટકા રાહત અપાશે તાજેતરમાં સુરત મહાનગરપાલિકામાં યોજાયેલ સુરત સિટિલિંક લિ.ની 35મી બોર્ડ મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો અમલ આવતીકાલથી મુસાફરો મેળવી લઇ શકશે. આ સેવા શરૂ કરવાનો ખાસ ધ્યેય એ છે કે જેના મારફતે વધુ ને વધુ લોકો દ્વારા સીટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ ઉપયોગ કરે.

જેથી ટ્રાફિક સમસ્યા અને પ્રદુષણમાં ઘટાડો થાય. હાલમાં દૈનિક ધોરણે આશરે 11 હજારથી 12 હજાર સુરત મનીકાર્ડનો વપરાશ જાહેર પરિવહન સેવામાં થાય છે. પાલિકાની જાહેર પરિવહન સેવામાં મુસાફરોની સંખ્યામાં ઉતરો-ઉતર વધારો થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં સુરત માત્ર એક શહેર છે જ્યાં એક ટીકીટ થી સિટીબસ અને BRTS માં મુસાફરી કરી શકાય છે. BRTS ના 13 રૂટ તેમજ સિટીબસના 45 રૂટ ઉપર આશરે દૈનિક 2.30 લાખ લોકો મુસાફરી કરે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other