જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ને અનુલક્ષીને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે ખેલાડીઓને આપી ૩૬મી નેશનલ ગેમ્સ વિશે માહિતી
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૩૧: ૨૯ ઓગસ્ટ “નેશનલ સ્પોર્ટસ ડે”- ભારતમાં હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગષ્ટ ૧૯૦૫ માં અલ્હાબાદમાં થયો હતો. તેઓએ હોકીમાં વિશ્વકક્ષાએ ભારતનુ નામ રોશન કર્યુ હતુ. તેથી તેમના જન્મ દિવસને “નેશનલ સ્પોર્ટસ ડે” જાહેર કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને સમગ્ર દેશે આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
“નેશનલ સ્પોર્ટ્સ ડે” નિમિત્તે શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ દ્વારા ચાલતી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS), તાપીની ઈન સ્કૂલ શાળા શ્રી ખુ.મ.ગાંધી પ્રાથમિક શાળા ખાતે ઉજવવામાં આવેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે તાપી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ, વી.એન.એસ.જી.યુ. યુનિવર્સિટીના ફિઝિકલ ડાયરેક્ટર ડૉ. પોલ ડેવિડ , એસ.વી.એન.આઇ.ટી. કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર ડૉ. એન કે દત્તા, વી.એન.એસ.જી. યુનિવર્સિટીના સેનેટ મેમ્બર ડૉ. મિનેષ નિઝામા અને વ્યારા કોલેજના ફિઝિકલ લેક્ચરશ્રી સંજયભાઈ કોસાડા ઉપસ્થિત રહ્યાં હતાં. તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી શાળાના આચાર્યશ્રી સેજલબેન શાહ તથા ઉપઆચાર્યશ્રી તેજસભાઈ દેસાઈએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે ખેલાડીઓને ડીએલએસએસ યોજના તથા હાલમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સ વિશે માહિતી આપી હતી. વધુમાં હાલમાં યોજાનાર વેસ્ટ ઝોન નેશનલ ચેમ્પિયનશિપમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS), તાપીમાંથી પસંદગી પામેલ ખેલાડી સલાત દીક્ષિતાનું ડૉ. પોલ ડેવિડના હસ્તેg સન્માન કરવામાં આવ્યું હતું. તમામ મહેમાનો દ્વારા કેક કાપી અને શાળા દ્વારા વિવિધ રમતોનું આયોજન કરી “નેશનલ સ્પોર્ટ્સ ડે” ઉજવવામાં આવ્યો હતો.
000000