બાજીપુરાથી ફોર વ્હીલ કારમાં હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે 1.42 લાખનો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત તા .૩૦ / ૦૮ / ૨૦૨૨ ના રોજ શ્રી આર.અમે. વસૈયા , પોલીસ ઇન્સ્પેકટર , લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી એલ.સી.બી. સ્ટાફના પોલીસ જવાનો સાથે વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ગુના અંગે પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમ્યાન અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇ તથા અ.હે.કો. લેબજી પરબતજીને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે બાજીપુરા ગામ, સુમુલ ડેરી ઓવર બ્રીજના છેડે જાહેરમાં આરોપીઓ ( ૧ ) રાજેશભાઇ સુરેશભાઇ વસાવે રહેવસાવા ફળીયું, ચીચપાડા તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) પોતાની કબ્જાની ટાટા મનઝા કાર નં.- GJ – 05 – CN – 1937 , આશરે કિં . રૂ. ૧,૦૦,૦૦૦ / -માં , ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો દેશી, ઇંગ્લીશ દારૂ / બીયરની કંપની સીલબંધ, નાનીમોટી બોટલો / ટીન કુલ- ૪૮૯ કુલ કિંમત રૂ. ૪૧,૮૫૦ / -નો પ્રોહી. મુદ્દામાલ ભરી હેરાફેરી કરતી વખતે મોબાઇલ નંગ -૦૧ , આશરે કિં . રૂ. ૫૦૦ / – મળી કુલ્લે રૂ. ૧,૪૨,૩૫૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ : શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. લેબજી પરબતજી, અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ, અ.લો.ર. બ્રીજરાજસિંહ રસીકસિંહએ કામગીરી કરેલ છે.