તાપી જિલ્લાના મિતેશ ખંડુભાઈ ચૌધરી પી.એચડી. થયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના મિતેશ ખંડુભાઈ ચૌધરી ને શિક્ષણ જગતની સૌથી ઉચ્ચ પદવી “ડૉકટર ઓફ ફિલોસોફી”(પી.એચડી.) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,રાજકોટ દ્વારા એનાયત કરવામાં આવી.
તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાનાં કેળકુઈ ગામનાં વતની અને હાલ ધી ભાગ્યોદય હાઈસ્કૂલ ઓરવાડા જી.પંચમહાલ ખાતે ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા મિતેશ ખંડુભાઈ ચૌધરી “ડૉકટર ઓફ ફિલોસોફી”(પી.એચડી.) શિક્ષણ જગતની સૌથી ઉચ્ચ પદવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,રાજકોટ દ્વારા એનાયત કરવામાં આવી હતી. જેઓએ ગામ, સમાજ અને શાળા પરિવારનુ ગૌરવ વધાર્યુ છે. શિક્ષણ જગતની વ્યાપકતા વધતી જાય છે ત્યારે આદિવાસી સમાજમાં પણ શિક્ષણની વ્યાપકતા વધી રહ્યો છે. આ સંશોધન સમાજ માટે પણ ઉપયોગી પડશે. આ શોધ મહા નિબંધ સ્વરુપ આપવા માટે દરબારગઢ ગોપાલદાસ મહાવિદ્યાલય , અલિયાબાળા કોલેજના નિવૃત આચાર્ય તેમજ જેમણે શિક્ષણ વિભાગમાં ડિન તરીકે ફરજ નિભાવી હતી. ડૉ. જે. એલ. મકવાણાના માર્ગદર્શન હેઠળ ‘ આદિવાસી વિસ્તારની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓની હતાશા, અનુકૂલન અને શૈક્ષણિક સિદ્ધિ નો અભ્યાસ’ વિષય પર મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટએ માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરી છે.