મિલેનિયમ, SVNIT, રિલાયન્સ મોલ સહિતનાને ત્રણ લાખનો દંડ
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યાની ફરિયાદોને પગલે પાલિકાના વીબીડીસી વિભાગે ડોર ટુ ડોર ઇન્ટ્રા ડોમેસ્ટીક સર્વે, એન્ટીલાર્વા, ફોગિંગ હાથ ધર્યું છે. બાંધકામ સાઇટો પર મચ્છર ઉત્ત્પત્તિ સ્થાનો દૂર કરી દંડ કરાયા છે. જેમાં મિલેનિયમ માર્કેટ, એસવીએનઆઈટી, રિલાયન્સ મોલ, હોટલ સહિતની સાઇટો-રેસિડેન્ટ્સ, જૈન ઉપાશ્રય, મળી કૂલ 2.80 લાખ વસુલાયા છે.
લિંબાયત ઝોનમાં સાંકેત માર્કેટ ઉમરવાડા, ધ હિન્દવા હોટલ ગ્રુપ, ગોડાદરા, એલ.કે.હાઉસ, ઉમરવાડા, મિલેનિયમ-4ને દંડ કરાયો છે. અઠવા ઝોનમાં હેવલી હાઇટ્સ, સીટીલાઈટ ઉત્સવ પાર્ટી પ્લોટ, એસવીએનઆઈટી બાંધકામ ટાઈપ-૩ મળી રૂપિયા 810 હજાર. ઉધના-એમાં લક્ષ્મીનારાયણ, ભગવતીનગર, અમ્રૃતનગર, ગણેશનગર, પ્રભુનગર મળી 35500 તથા બી ઝોનમાં આદર્શનગર, આનંદમંગલ, શ્રીરેસીડેન્સી, આશાપુરી, કૃષ્ણકુંજ સો.માં 11500 વસુલાયા છે.
કતારગામમાં ક્યુબ કન્સ્ટ્રકશન, શેરોનિટી હોમ્સ, વૈષ્ણોદેવી રેસી., સ્નેહ રો હાઉસ, કૃષ્ણકુંજ સોસાયટી પાસે 11500 વસુલાયા છે. વરાછા-એમાં અર્જુનપાર્ક, રીલાયન્સ મોલ, શ્રીનાથજી, પટેલનગર, સપના સોસા., ગ્રીનવેવ ટેક, પ્રમુખ પાર્ક સોસા.માં 41000 અને બીમાં ધર્મજીવન, મહેન્દ્ર પાર્ક, સરિતા સંગમ, સેરેટોન, ભુમિપાર્ક, સંસ્કાર રો હાઉસ, રિવર પેલેસ, આસ્થા રો હાઉસ, મળી ૩૯ હજાર.
રાંદેરમાં પ્રથમ સર્કલ પાસે, સ્ટાર વલ્ડ પાસેના આવાસ, કેનાલ રોડ વણકલા રોડનું બાંધકામ, મળી 46000 વસુલાયા છે. સેન્ટ્રલ ઝોનમાં જૈન ઉપાશ્રય, કૈલાશનગર, નીરૂ કોર્પોરેશન, મળી કુલ 6500નો વહીવટી ખર્ચ વસુલાયો છે. આમ, કુલ 2.80 લાખ વહીવટી ખર્ચ વસૂલાયો છે.