એરપોર્ટથી પકડાયેલા 8 કરોડના 135 ગોલ્ડ બારમાં વધુ 1 ઝબ્બે
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : એપ્રિલામાં લંબે હનુમાન રોડ પર એક જ્વેલર્સને ત્યાંથી ઝડપાયેલાં 8 કરોડના સોનાના બિસ્કિટ-બારના કેસમાં DRI વધુ એક આરોપીની ધરપકડ કરીને શનિવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતો હુકમ કરાયો હતો. આ સાથે જ સમગ્ર કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે.આ ગોલ્ડ સ્મગલિંગ કરી સુરત લવાયું હતું. સોનું લંબે હનુમાન રોડ પરથી ક્યા જવાનું હતુ અને કોણે મંગાવ્યુ હતુ તેની તપાસ હજી ચાલી રહી છે.
DRIએ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં મોટા વરાછાની યમુના દર્શન સોસાયટીના નવનીત બારડની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. 21મી એપ્રિલે DRIએ સીઆરવી જ્વેલર્સ પર દરોડા પાડી 8 કરોડના 135 ગોલ્ડ બિસ્કીટ જપ્ત કર્યા હતા. જેમાં DRIએ રામ સુહાગિયા, વિપુલ કોરાટ, બલદેવ સાકરેલીયા, નિલેશ બોરાડ અને અંકુર સાકરેલીયાની ધરપકડ કરી હતી. સોનુ દુબઇથી લાવવા નવી મોડસ ઓપરેન્ડી અપનાવાઇ હતી. અનેકને મુસાફરી કરાવીને સોનુ મંગાવ્યું હતું.