તાપી LCB અને DySPની સંયુકત ટીમે ફોર વ્હીલ કારમાં હેરફેર થતા વિદેશી દારુ સહિત એક લાખથી વધુનાં મુદ્દામાલ સાથે આરોપી દંપતિને ઝડપી પાડયા : જયારે બે વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચંદ્દરાજસિંહ જાડેજા, વ્યારા વિભાગના માર્ગદર્શન હેઠળ નાયબ પો.અધિ.શ્રીની કચેરીના સ્ટાફ તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસની ટીમ કોમ્બીંગ નાઇટ દરમ્યાન પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમ્યાન અ.પો.કો. બ્રીજરાજસિંહ રસિકસિંહ તથા અ.પો.કો.વિનોદભાઇ ગોકળભાઇને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે મોજે માંડળ ટોલનાકા પાસે , ને.હા. નં.- ૫૩ પર સોનગઢ થી વ્યારા જતા ટ્રેક પર જાહેરમા, તા.સોનગઢથી આરોપીઓ ( ૧ ) સુભાષભાઇ સુખાભાઇ વસાવા, ઉ.વ .૪૬ , રહે ૨૭ / ૧૪ / ૫૦ સંસ્કાર કોલોની, તાડવાડી, રાંદેર રોડ સુરત. હાલ રહે. પારઘીવાડ, ભાઠા ગામ, ઇચ્છાપોર, સુરત તથા ( ૨ ) અશ્વિની W / O સુભાષભાઇ સુખાભાઇ વાસાવા, ઉ.વ .૩૦, રહે – પારઘીવાડ, ભાઠા ગામ , ઇચ્છાપોર, સુરતએ પોતાના કબ્જાની ટાટા ઇન્ડીકા ફોર વ્હીલ કાર નં.- GJ – 05 – JC – 0894 , કિં. રૂ. ૫૦,૦૦૦ / -માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલ કુલ- ૫૪૦ કુલ કિં.રૂ . ૫૪,૦૦૦ / -ના પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા મોબાઇલ નંગ -૧ કિં.રૂ .૨,૦૦૦ / – , મળી કુલ્લે રૂ.૧,૦૬,૦૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ : શ્રી ચંદ્દરાજસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક, વ્યારા વિભાગ , વ્યારા તથા અ.હે.કો. રાયસીંગ ગંપાભાઇ તથા એલ.સી.બી.ના અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ , પો.કો. બ્રીજરાજસિંહ રસિકસિંહ , પો.કો. વિનોદભાઇ ગોકળભાઈ , પો.કો. રાહુલભાઇ દિગંબરભા અને વુ.પો.કો. સેજલબેન ચીથરભાઇએ કામગીરી કરી હતી.