મિત્રએ દગો દેતા ઝેરી દવા પીને પ્રૌઢે આત્મહત્યા કરી

Contact News Publisher

(સુશાંત શીંદે દ્વારા, સુરત) ; સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોટે આપઘાત કરી લેતા સરકાર મચી ગઈ હતી. મૃતકે તેના મિત્રને તેના બાળકોને ભણાવવા માટે પરિવારજનો, સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઈ તેમજ ઘરના ઘરેણાં પર લોન લઈ રૂ.11 લાખથી વધુ આપ્યા હતા. છતાં મિત્રે દગો કરી પૈસા પરત નહીં કરતા કે લોનના હપ્તા પણ નહીં ભરતા પ્રૌઢે ચાર મહિના અગાઉ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી.સરથાણા પોલીસે પ્રૌઢની ડાયરીમાં મળેલી સ્યુસાઈડ નોટના આધારે તેના મિત્ર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ અમરેલીના લીલીયાના કલ્યાણપર ગામના વતની અને સુરતમાં સરથાણા યોગીચોક સાવન પ્લાઝા રેસિડન્સી જી/703 માં પત્ની ચંદ્રિકાબેન, વયોવૃદ્ધ માતા લીલાબેન, પુત્ર કલ્પેશ, પુત્રવધુ વિરલ અને પૌત્ર કર્તવ્ય સાથે રહેતા તેમજ નિવૃત્ત જીવન ગાળતા પ્રવિણભાઈ બાબુભાઈ હીરપરા ( ઉ.વ.55 ) એ ગત 21 એપ્રિલની સવારે 10 વાગ્યે પોતાના ઘરમાં ઝેરી દવા ગટગટાવતા તેમના પરિવારજનોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે, તે દિવસે સાંજે જ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસે તે સમયે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other