નવી 150 ઈવી બસ માટે સબસિડી મળતા પાલિકાના 250 કરોડ બચશે

Contact News Publisher

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : પાલિકા ત્રીજા તબક્કામાં વધુ 150 ઇલેકટ્રીક બસ ચાલુ કરશે. જેનું 12 વર્ષ સુધી ઓપરેશન અને મેઇનટેઇન્સ કરવા ઓફર મંગાવાઈ હતી. જેમાં પ્રતિ કિ.મી 35ના ભાવે લો-એસ્ટ ઓફર આવી હતી. જો કે કેન્દ્ર સરકાર સુરતને ઇ બસ માટે પ્રતિ કિ.મી રૂા.25 સબસીડી આપશે. જેથી પાલિકા પર માત્ર પ્રતિ કિ.મી રૂ. 10નું જ આર્થિક ભારણ આવશે.

12 વર્ષ સુધી 150 બસના ઓપરેશન અને સંચાલન માટે કુલ350 કરોડનો ખર્ચાશે, જેમાંથી 250 કરોડની સબસીડી મળશે. હાલમાં શહેરમાં પ્રથમ તબક્કામાં મંજૂર થયેલ 150 ઇલેકટ્રીક બસ પૈકી 75 બસ કાર્યરત છે. જેમાંથી 55 બસ દોડી રહી છે. ભવિષ્યમાં ઇલેકટ્રીક બસની સંખ્યા વધારી સીટીબસની સંખ્યામાં ક્રમશ: ઘટાડો કરવામાં આવશે એમ સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું.ભેસ્તાન સિદ્ધાર્થનગર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં નિષ્ફળ ઇજારદાર સામે બ્લેક લીસ્ટ સહિતની કાર્યવાહી કરવા પહેલાં આગામી બેઠકમાં રૂબરૂ બોલાવીને સાંભળ્યા બાદ નિર્ણય લેવાશે. કેનાલ પર સુરત નવસારી મેઇન રોડ અને કરાડવાને જોડતો રેલવે ઓવરબ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટર અજય પ્રોટેક પ્રાઇવેટ લીમીટેડ મહેસાણાને સોંપાયો હતો. 59.42 કરોડના બ્રિજમાં સ્થળ પર 32.54 ટકા એટલેકે 19.02 કરોડનું જ કામ થયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other