વકીલ મેહુલ બોઘરા પર હુમલાના કેસમાં પોલીસે કહ્યું- ગુનો નોંધી કાર્યવાહી કરાઈ, ગેરકાયદે કામ કરતા સરકારી કર્મચારી સામે પણ પગલાં લેવાશે

Contact News Publisher

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરતમાં યુવા વકીલ મેહુલ બોઘરા પર થયેલા હુમલાને લઈને ભારે ચકચાર મચી છે ત્યારે આજે સુરત એડિશનલ સીપી સેક્ટર-1 દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ મારામારીના કેસમાં પોલીસ દ્વારા બંને તરફે ગુના દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ સરકારી કર્મચારી જો ગેરકાયદે કામ કરતો જણાશે તો તેમના વિરોધ પણ કામગીરી કરવામાં આવશે. સુરતની કાયદા વ્યવસ્થા અને કેસની તપાસ એડિશનલ કમિશનર કક્ષાના અધિકારી કરતા હોવાની વિગતો આપી હતી. જોકે મોટાભાગના સવાલના જવાબમાં પોલીસ દ્વારા તપાસ થશે અને કાર્યવાહી કરાશે તેવા સરકારી જવાબ આપવામાં આવ્યા હતા.

એડિશનલ સીપી પીએલ મલે જણાવ્યું હતું કે મેહુલ બોઘરા પર હુમલાના કેસમાં સાજન ભરવાડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તથા તેની ધરપકડ કરવામાં આવી છે. કર્મચારી દ્વારા જે પ્રકારે હુમલો થયો છે તેને જોતા તેને ટર્મિનેટ પણ કરવામાં આવ્યા છે. બીજી તરફ મેહુલ મોઘરા સામે એટ્રોસીટી સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ પ્રજા વિમુખ કામગીરી કરે છે ત્યારે કોઈ પણ સરકારી ગરમી ગેરકાયદે કામ કરશે તો તેના વિરુદ્ધ પણ કામગીરી થશે અને કરવામાં આવતી હોવાનું જણાવતા પી એલ મલ એ ઉમેર્યું હતું કે આ કેસમાં ટીઆરબી સંકળાયેલો હોવાથી એડિશનલ કમિશનર કક્ષાના અધિકારીની તપાસ સોંપાય છે. ટ્રાફિક બ્રાન્ચના વડા દ્વારા સમગ્ર કેસમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સાજન ભરવાડની ફરિયાદ તાત્કાલિક લેવામાં આવી જ્યારે મેહુલ બોઘરાની ફરિયાદ લેવામાં મોડું થવા અંગે પોલીસે જણાવ્યું હતું કે સૌપ્રથમ ઇજાગ્રસ્ત મેહુલની સારવાર કરાવવી જરૂરી હતી. ત્યારબાદ તેની ફરિયાદ લેવામાં આવી છે. મોડું થયું હશે તો તે અંગે પણ તપાસ કરવામાં આવશે. પોલીસ સ્ટેશનનો લોકોએ કોઈ ઘેરાવ ન કર્યો હોવાનું જણાવતા કહ્યું કે લોકો પોતાની રજૂઆત કરવા આવ્યા હતા અને લોકો આવતા હોય છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other