નિઝર તાલુકાના અનુસૂચિત જાતિ સમુદાય દ્વારા દલિત સમાજના નિર્દોષ બાળકને મોતને ઘાટ ઉતારનારને કડક સજા કરવા માંગ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજે રોજ નિઝર તાલુકાના અનુસૂચિત જાતિ સમુદાય તરફથી નિઝરના મામલતદારશ્રી, પ્રાંતશ્રી, પી.એસ.આઇ. સાહેબના હસ્તે મુખ્ય મંત્રીશ્રી ગુજરાત રાજ્ય, કમિશ્નરશ્રી ગુજરાત રાજ્ય, અગ્રસચિવશ્રી શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય, નિયામકશ્રી પ્રા. શિક્ષણ વિભાગ ગાંધીનગર, મહામાહિમ રાષ્ટ્રપતિશ્રી ગાંધીનગરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજસ્થાન રાજ્યમાં મેઘવાલ દલિત સમાજના ધોરણ-૩માં અભ્યાસ કરતો માસુમ બાળક ઇન્દ્રકુમાર મેઘવાલને શાળાના હેડ માસ્ટર છેલસિંહએ જાતિગત ખૂંનસથી મોતના ઘાટ ઉતારી ખુબજ ભયન્કર કૃત્ય કર્યું છે. નિર્દોષ બાળકને તરસ લગતા માટલામાંથી પાણી લેવા જતા હેડ માસ્ટરે અમાનુંષિભર્યું વર્તન કર્યું હતું. બીજી ઘટના પછાત વર્ગની શિક્ષિકાને જીવીતેજીવ અગ્રિચાપી મોતની ઘાટ ઉતારી. આ બન્ને ઘટના જાતિવાદી આધારિત માનસિકતાથી થઈ હતી. ભારતીય સંવિધાન ન્યાય, સમતા, સ્વતંત્રતા બંધુત્વતા સિદ્રાતો ઉપર રચાયેલું હોવા છતાં આ પ્રકાર અન્યાય કેટલા યોગ્ય છે? આવા કૃત્ય દેશભરમાં ઠેકઠેકાણે દિવસેને દિવસે વધતા જાય છે. જો આ પ્રકારની જાતિવાદી માનસિકતાને રોકવામાં ન આવે તો દેશભરમાં અરાજકતા ફેલાય જશે ? આ બન્ને ઘટના ખુબજ લાંછનરૂપ અને કલંકિત ઘટના છે. ભારતીય સંવિધાનના કાયદા મુજબ આ ઘટીત ઘટનાના દોષિત બનેલા પરીવારોને તટષ્ટ નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય ન્યાય મળવો જોઈએ તથા ગુનેગારોને સજા થવી જોઈએ. આજના યુગમાં પણ દેશ આઝાદ થયો નથી, કેમ કે આજે પણ ભેદભાવ દેશભરમાં ચાલે છે. દેશભરમાં જાતિવાદ વિચારધારા ધરાવનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરી છે. શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક, રાજકીય, આર્થિક ક્ષેત્રે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે જાતિવાદના ત્રાસથી અમો જીવન જીવી રહ્યા છે. આઝાદી ફક્ત નામમાત્ર કહી શકાય. પોતાના દેશમાં અમો અસુરક્ષિત છીએ. ૧૯મી સદીથી ૨૧મી સદી સુધી જાતિવાદ સરખોજ રહયો છે. વર્ણ-વ્યવસ્થાની માનસિકતા ધરાવનાર સમુદાયો અત્યાચારી બની પછાતવર્ગના લોકો પર જુલ્મ ગુજારી રહ્યા છે. નિઝર તાલુકાના અનુસૂચિત જાતિ સમુદાય દ્વરા ચિમકી પણ ઉચ્ચરવવામાં આવેલ છે કે આ બન્ને ઘટનામાં ઘાતક હિંસા કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ. ઘાતક હિંસા કરનારને સજા નહીં કરવામાં આવે તો આવા અત્યાચારથી ત્રસ્ત થઈને અમો મોટાપાયે ધર્મ પરિવર્તન કરવા પડશે. સંવિધાનનું ઉલ્ઘંન કરનાર સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવાના બદલે બચાવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેના પરિણામો એવી ઘાતક ઘટનાઓ બને છે.