સુરતમાં ઉધના ઉદ્યોગનગર સિટી ઇન્ડસ્ટ્રીયલની કિંગ ઇમ્પેક્સ ફેક્ટરીમાં આગ

Contact News Publisher

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગરના સિટી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આજે સવારે ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. યાર્ન બનાવતી કિંગ ઇમ્પેક્સ નામની ફેક્ટરીમાં આગ લાગતા અફરતફરી જોવા મળી હતી. ફેક્ટરીના ત્રીજા માટે આગ લાગતા કામદારો ફેક્ટરીની બહાર ભાગી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

સુરતમાં અલગ-અલગ ફેક્ટરીઓમાં સમય અંતરે આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે. વિશેષ કરીને ટેક્સટાઇલ્સ સિટી હોવાને કારણે જ્ઞાન અને અન્ય પ્રોસેસિંગ હાઉસમાં આગ લાગતી હોય છે. કિંગ ઇમ્પેક્ષ ફેક્ટરીના ત્રીજા માળે આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી. ત્રીજા માળે યાર્ન ખૂબ જ મોટો જથ્થો હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. યાર્ન પેટ્રોલિયમ પદાર્થો નો ઉપયોગ કરીને તૈયાર થાય છે જેને કારણે તેના ઉપર કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ હોય છે.

ફાયર ઓફિસર ક્રિષ્ના મોઢે જણાવ્યું હતું કે, યાર્નનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી. સવારના સમયે આગ લાગી હતી. કિંગ ઇમ્પેક્ષ નામની આ ફેક્ટરીમાં આગ લાગવાના સમયે જેટલા પણ કામદારો હતા. તે બધા બહાર આવી ગયા હોવાને કારણે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોવાની ઘટના સામે આવી નથી. ઘટનાની જાણ થતા માનદરવાજા ભેસ્તાન અને ડીંડોલીની ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અંદાજે 8થી વધુ ગાડીઓ ની મદદથી આગ ઉપર કાબો મેળવાયો છે. જોકે હજુ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આગ લાગવાનું કારણ અંકબધ છે.

.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other