શિશુ/ વિદ્યાગુર્જરી શાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી પૂર્વ પ્રાથમિક શાળા તથા વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તા.18/08/2022 ગુરુવારના રોજ જન્માષ્ટમી નિમિત્તે ` કૃષ્ણ જન્મોત્સવ ` તેમજ `દહીંહાંડી` ના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી તે ઉપરાંત શિશુ ગુર્જરી પુર્વ પ્રાથમિક શાળાના બાળકો માટે રાધા-કૃષ્ણની વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી જેમા સમગ્ર શાળામાંથી પચાસ જેટલા બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો. જે બદલ શાળા પરિવાર બાળકોને બિરદાવે છે અને ભાગ લીધેલ સૌ બાળકોને અભિનંદન પણ પાઠવે છે.
આ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી માનનીય શ્રી રાકેશભાઇ શાહ , માનનીય શ્રી કૌશાંગભાઈ શાહ(USA) તેમજ શ્રીમતી રૂપલબેન કેયુરભાઈ શાહ આરાધ્યદેવ શ્રીકૃષ્ણ ભગવાનની આરાધના માટે શાળા પરિવાર સાથે ભક્તિભાવ પૂર્વક જોડાયા શ્રીકૃષ્ણ ભગવાનની આરતીનો લાહવો પ્રાપ્ત કર્યો. બાળકોને પ્રોત્સાહન મળે તે માટે તેઓ જાંતે જ વેશભૂષા સ્પર્ધાના ઈનામો સાથે શાળામાં ઉપસ્થિત થયા. શાળા પરિવાર એમની ઉમદા ભાવના તથા ઉત્સાહને જોય આભારની લાગણી વ્યક્ત કરે છે. શ્રીમતી રૂપલબેન કેયૂરભાઈ શાહ સ્પર્ધાના અંત સુધી બાળકો સાથે બાળક બનીને જ ઓત-પ્રોત થઈ ગયા. સ્પર્ધાના અંતે શ્રીમતી રૂપલબેન કેયૂરભાઈ શાહના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે શાળાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું. કૃષ્ણ ભગવાનના ભક્તિભાવના રંગો રંગાય ને કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં શાળાના સૌ શિક્ષકશ્રીઓનો ઉત્સાહ અને કાર્યકુશળતાના કારણે સફળતાને ઓપ આપી શકાયો છે. તે બદલ શાળાના સૌ શિક્ષકશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે.