જુગાર રમતા જુગારીઓને રૂ.૧,૪૩,૯૨૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી , તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર / મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચનાનાં અનુસંધાને આજરોજ શ્રી આર.એમ. વસૈયા પો.ઈન્સ. લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી – વ્યારા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે એલ.સી.બી. ફર્સ્ટ સરકારી મોબાઈલમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સાથે અ.પો.કો.વિનોદભાઈ પ્રતાપભાઈને મળેલ ખાનગી બાતમી આધારે મૌજે ઇન્દુગામની સીમમાં ડાબા કાંઠા નહેરની બાજુમાં આવેલ કિશનભાઇ સુપડીયાભાઇ ગામીતના ખેતરની પાળ પર આવેલ બંગલીની બાજુમાં ખુલ્લી જગ્યામાં ગંજી પાનાનો જુગાર રમતા આરોપીઓ- ( ૧ ) સંદિપભાઇ કેશનભાઇ ગામીત , ઉ.વ .૩૪ , રહે.નિશાળ ફળીયુ , ઇન્દુગામ , તા.વ્યારા , જી.તાપી ( ૨ ) પીન્ટુભાઇ બાબુરામ ચૌધરી , ઉ.વ .૪૦ , રહે . ITI ફળીયુ , ઇન્દુગામ , વ્યારા , જી.તાપી ( 3 ) અજીતભાઇ શાંતીલાલ ગામીત , ઉ.વ .૪૫ , રહે . દાદરી ફળીયુ , ચાંપાવાડીગામ , તા.વ્યારા , જી.તાપી ( ૪ ) રાજેશભાઇ સંજયભાઇ ગામીત , ઉ.વ .૨૫ , રહે . નિશાળ ફળીયુ , ઇન્દુગામ , તા.વ્યારા , જી.તાપીને જુગારના રોકડા કુલ્લે રૂ. ૧૨,૧૨૦ / – તથા જુગાર રમવા માટેની સાધન સામગ્રી પ્લાસ્ટીકની ૪ નાની ટોર્ચ તથા ૧ મોટી ટોર્ચ જેની આશરે કુલ્લે કિ.રૂ. ૧,૨૦૦ / – , જમીન પર બેસવા માટેની પ્લાસ્ટીકની ૧ ચટાઇ , કિં.રૂ. ૧૦૦ / – તેમજ પત્તા પાના નંગ -૫૨ , કિં.રૂ. ૦૦ / – તથા મોબાઇલ કુલ નંગ -૦૫ કિં.રૂ. ૧૦,૫૦૦ / – અને મો.સા. / મોપેડ નંગ -૦૬ , આશરે કુલ્લે કિં.રૂ. ૧,૨૦,૦૦૦ / – મળી કુલ્લે કિ.રૂ. ૧,૪૩,૯૨૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં જુગારધારા કલમ -૧૨ અ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ કાકરાપાર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તાપી અને એ.એસ.આઇ. ચેતનભાઇ ગજાભાઇ, અ.પો.કો. વિનોદભાઈ પ્રત્તાપભાઈએ કામગીરી કરી છે.