હર ઘર તિરંગા ઉત્સવ અંતર્ગત “ સખી ” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા સેન્ટરના છત પર રાષ્ટ્રધ્વજ લગાવી ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, રાજપીપળા) : ભારત સરકાર પુરસ્કૃત “ સખી ” વન સ્ટોપ સેન્ટર લાલ ટાવર પાસે પ્રાંત કચેરીની પાછળ રાજપીપળા ( નર્મદા ) ખાતે ૨૪ × ૭ કલાક કાર્યરત રહે છે . “ સખી ” વન સ્ટોપ સેન્ટરમાં હિંસા અસરગ્રસ્ત મહિલા / કિશોરીઓને મુખ્ય પાંચ પ્રકારની સહાય એક જ છત હેઠળ નિ : શુલ્ક પૂરી પાડવામાં આવે છે. જેમાં આશ્રય , પરામર્શ , મેડીકલ સહાય , પોલીસ સહાય , કાયદાકીય સહાય આપવામાં આવતી હોય છે.અત્યાર સુધી કુલ ૩૧૪ હિંસા અસરગ્રસ્ત મહિલાઓ / કિશોરીઓ સેન્ટર દ્વારા વિવિધ પ્રકારની મદદ મેળવી ચૂકી છે. આજ રોજ “ સખી ” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે તારીખ ૧૩ થી ૧૫ ઓગષ્ટ હર ઘર તિરંગા ઉત્સવ અંતર્ગત સેન્ટરના છત પર રાષ્ટ્રધ્વજ લગાવી ઉજવણી કરવામાં આવેલ.