તાપી જિલ્લા “સખી રાખી મેળો-2022” : તાપી જિલ્લાના વ્યારા ખાતે મહિલા પખવાડિયા અંતર્ગત “સખી રાખી મેળા” ને ખુલ્લો મુકાયો
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.06: તાપી જિલ્લા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સ્વસહાય જુથની મહિલાઓના સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જુથ માટે રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલા પખવાડિયા અંતર્ગત રાખી મેળો યોજવામાં આવ્યો હતો. જેને આજે તાપીના જિલ્લા પંચાયતના સભ્ય વાસંતિ પટેલના અધ્યક્ષ સ્થાને તથા કારોબારી અધ્યક્ષ મોહનભાઇ કોંકણી સહિત ડી.આર.ડી.એ ડાયરેકટરશ્રી અશોક ચૌધરીની ઉપસ્થિતીમાં વ્યારાના કોર્ટ પરિસરની બહાર, પુતળા પાસે રાખી મેળાને ખુલ્લો મુકાયો હતો. આ છ-દિવસિય રાખી મેળો ૧૧ ઓગસ્ટ સુધી ખુલ્લો રહશે.
આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ મોહનભાઈ કોંકણીએ જણાવ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, ડી.આર.ડી.એ ડાયરેકટરશ્રી અશોક ચૌધરીની સાથે રહી અમારી પુરી ટીમ અને તમામ અધિકારીઓ સાથે મળી તાપી જિલ્લાની સખી મંડળ બહેનોને ખૂબ જ સારી તાલીમ મેળવે તે માટે હમેશા તત્પર રહે છે. જેથી આજે સખી મંડળની બહેનો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમીત્તે 8 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં 2 સ્ટોલ રાષ્ટ્રધ્વજ માટે ફાળવવામાં આવ્યા છે. આ રાખડીઓનું વેચાણ કરી તેમાથી આર્થિક રીતે પગભર થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
આઝાદી કા અમૃત મહોત્સવની થીમ સાથે સખી મંડળની બહેનો રાખી મેળામાં પોતાના સ્ટોલ ઉભા કરી પોતે આર્થિક ઉપાર્જન મેળવી પરિવારને આર્થિકરીતે સહયોગ કરી શકે.
વધુમાં તેમણે તાપી જિલ્લાના તમામ નાગરિકોને સખીમંડળની બહેનો પાસે રાખડી ખરીદી કરવાનું આહવાન કર્યુ હતું. સખીમંડળની બહેનોને આર્થિક ઉપાર્જન મળે અને તેમના પરિવારને આર્થિક સહયોગ મળે તે માટે આ સખી મંડળની બહેનોને આગળ લાવવા માટે જે સરાહનીય પગલું ભર્યું છે તે માટે ડી.આર.ડી.એ ડાયરેક્ટરશ્રી અશોક ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
નમ્રતા સખી મંડળ, અંધારવાડી નજીક ગામના ભાનુ બેન ગામીત આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, અમને મિશન મંગલમ તરફથી તેમજ જિલ્લા વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડિયા સરના માર્ગદર્શન હેઠળ RSETI માં રાખડી બનાવની તાલીમ આપવામાં આવી હતી. જેમાં અમે 6 દિવસ માટે જે રાખડી બનાવની તાલીમ લીધી હતી તેમા અમે લગભગ 28000 ની રાખડી બનાવી છે. જેના વેચાણ માટે અમને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી સ્ટોલ આપવામાં આવ્યા છે. જેથી અમે રાખડીઓનું વેચાણ કરી તેમાંથી સારી આજીવિકા મેળવી શકીએ. અમને આટલો બધો સહયોગ અને માર્ગદર્શન આપવા બદલ અમે મિશન મંગલમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, RSETI તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડિયાનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.
000000000