પીકઅપ ગાડીની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી , સુરત વિભાગ , સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી તાપી દ્રારા વણશોધાયેલ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલેગરો પર તથા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડી કડક કાર્યવાહી કરવા આપેલ સુચના આપવામાં આવેલ જે અનુસંધાને સોનગઢ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સોનગઢ પો.સ્ટે . A પાર્ટ ગુ.ર.નં. 11824004221108/2022 ઇ.પી.કો. કલમ 379 મુજબના કામનો ગુનો તા . 01/08/2022 ના રો રજીસ્ટર્ડ થયેલ જે ગુનામાં ગઇ તા . 30/07/2022 ના કલાક 02/00 થી 03/00 દરમ્યાન ફરિયાદી દિનેશભાઇ કાંતુંભાઇ ગામીત રહે . સાંઢકુવા ઉપલું ફળિયું તા . સોનગઢ જિ . તાપીની સફેદ કલરની બોલેરો પીક અપ ગાડી નં . GJ – 26-7-0805 ની તેમના ઘરની સામે આંગણામાં પાર્ક કરેલ હતી તેની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ નાશી ગયેલ હતો . અને આ ગુનાની તપાસ સોનગઢ પો.સ્ટે.ના ASI સરજીતભાઇ બચુંભાઇ કરી રહેલ છે. સદર વણશોધાયેલ ગુનો શોધી કાઢવા સારૂ પોલીસ ઇન્સ્પેકટ એન.એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી વી.આર.વસાવા તથા ASI સરજીતભાઇ બચુંભાઇ તથા હે.કો. દશરથભાઇ ભુપતભાઇ તથા હે.કો. ધર્મેશભાઇ ફતેસિંગભાઇ તથા હે.કો. અનિલકુમાર રામચંદ્રભાઇ તથા પો.કો. કમલેશભાઇ કિશનભાઇ પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન હે.કો. દશરથભાઇ ભુપતભાઇને હ્યુમન સોર્સ દ્વારા ખાનગીરાહે બાતમી મળેલ કે , ઘુટવેલ ગામે નદી ફળિયામાં રહેતા કેવલભાઇ જીગ્નેશભાઇ કાથાવાલા તથા જયમીનભાઇ જીગ્નેશભાઇ કાથાવાલાએ તેમના ઘરની પાછળના ભાગે એક સફેદ કલરની બોલેરો પીક અપ ગાડી સંતાડી રાખેલ છે જે ચોરીની હોવાનો શક વહેમ છે તેવી બાતમી આધારે સદર જગ્યાએ તપાસ કરતાં વગર નંબરની એક બોલેરો પીક અપ ગાડી મળી આવેલ અને ઉપરોકત બંને ઇસમો પણ ઘરે હાજર મળી આવતાં તેઓને બોલેરો પીક ગાડી બાબતે પુછ પરછ કરતાં સાંઢકુવા ગામેથી ચોરી કરેલ હોવાનું જણાવતાં ઉપરોકત ગુનામાં ચોરાયેલ પીક અપ ગાડીના એન્જીન નંબર તથા ચેચીસ નંબરની ખરાઇ કરતાં આ ગુનામાં ચોરાયેલ પીક અપ ગાડીના જ હોવાનું જણાઇ આવતાં ઉપરોકત બંને ઇસમોનો COVID – 19 નો ટેસ્ટ કરાવતાં જે નેગેટીવ આવતાં તેઓને બંનેને આજરોજ તા . 03/08/2022 ના રોજ અટક કરવામાં આવેલ છે . અને હાલ ગુનાની તપાસ ASI સરજીતભાઇ બચુંભાઇનાઓ કરી રહેલ છે.
આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ : ( 1 ) એક બોલેરો પીક અપ ગાડી જેનો એ.નં. GHB1K85178 તથા ચેચીસ નં . B1K52811 કિ.રૂ. 1,00,000 / ( 2 ) એક બીજી બોલેરો ગાડીના કેબિન ઉપરનું ફાલકું તથા આગળનો લોખંડનો ગાર્ડ કિ.રૂ. 10,000 / ( 3 ) એક સેમસંગ કંપનીના મોબાઇલ નંગ -2 કિ.રૂ. 5,500 /
આરોપીઓ વિરૂધ્ધમાં નોંધાયેલ ગુનાની વિગત : ( 1 ) આ કામના આરોપી જયમીન જીગ્નેશભાઇ કાથાવાલા વિરૂધ્ધમાં ડાંગ જિલ્લાના બરડીપાડા રાઉન્ડ ગુના નં . 01/2021 ભારતીય વન અધિનિયમ 1927 ની કલમ 26 ( 1 ) એફ , 41 ( 2 ) 8,52 મુજબનો ગુનો દાખલ થયેલ છે. ( 2 ) આ કામના આરોપીઓ કેવલભાઇ જીગ્નેશભાઇ કાથાવાલા તથા જયમીનભાઇ જીગ્નેશભાઇ કાથાવાલા નાઓ વિરૂધ્ધમાં ઘુટવેલ રાઉન્ડ ગુના નં . 01 / 2021-2022 ભારતીય વન અધિનિયમ 1927 ની કલમ 26 ( 1 ) એફ , 41 ( 2 ) 8,52 મુજબનો ગુનો દાખલ થયેલ છે.
પકડાયેલ આરોપીઓએ કરેલ કબુલાત : ( 1 ) આ કામે પકડાયેલ આરોપીઓએ આ સિવાય કાકરાપર પો.સ્ટે. હદ વિસ્તારમાંથી એક પીક ગાડીની ચોરી કરેલાની કબુલાત કરેલ છે . જે બાબતે કાકરાપાર પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં. 11824003220438/2022 ઇ.પી.કો. કલમ 379 મુજબનો નોંધાયેલ છે.
આરોપીઓની મોડસ ઓપરંડી : – ( 1 ) આ કામના આરોપીઓ રાત્રિના સમય દરમ્યાન ઘરની બહાર મુકેલ પીક વાહનોની ચોરી તેનો ઉપયોગ જંગલમાંથી લાકડા વહન કરવાની ટેવવાળા છે.
ગુનાનો હેતું : ( 1 ) આ કામના આરોપીઓ પીક ગાડીઓની રાત્રિન દરમ્યાન ચોરી કરી તેમાં જંગલમાંથી લાકડા ભરી વેચાણ કરી આર્થિક લાભ મેળવવાની ટેવવાળા છે.
Greetings! Very helpful advice within this article! It is the little changes that will make the most significant changes. Thanks a lot for sharing!