તાપી જિલ્લાના વ્યારા સ્થિત જિલ્લા પોલીસ હેડક્વાટર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે
કલેક્ટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીના આયોજન અંગે બેઠક મળી
………………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) : ૦૨: તાપી જિલ્લાના વ્યારા મથકે નવનિર્મિત પોલિસ હેડ્ક્વાટરના મેદાન ખાતે આગામી તા.૧૫મી ઓગસ્ટે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ ઉજવણીના આયોજન અંગે આજે સેવાસદન વ્યારા ખાતે કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં અને ડી.ડી.ઓશ્રી ડી.ડી.કાપડીયા સહિત જિલ્લા પોલિસ વડાશ્રી રાહુલ પટેલ અને વનસંરક્ષક અધિકારીશ્રી આનંદ કુમારની ઉપસ્થિતીમાં કાર્યક્રમના આયોજન અંગે બેઠક મળી હતી.
બેઠકમાં સભામંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, વીજળી, પાણી, આરોગ્ય, વાહન વ્યવહાર,પાર્કિંગ, કાયદો વ્યવસ્થા, સ્વચ્છતા જાળવણી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના સુચારૂ આયોજન સહિત વિવિધ પાસાઓની વિસ્તૃત સમીક્ષા કરી સબંધિત અધિકારીઓને કામગીરી સબબ રચનાત્મક સુચનો કરાયા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પ્રભારી અને રાજયકક્ષાના મંત્રી, કૃષિ, ઉર્જા,પેટ્રોકેમિકલ, ગુજરાત સરકાર મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ બેઠકમાં, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, નિવાસી અધિક કલેક્ટર આર.જે.વલવી, પ્રાંત અધિકારી આર.સી.પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
0000000
Greetings! Very helpful advice within this article! It is the little changes that will make the most significant changes. Thanks a lot for sharing!