વ્યારાના ટેલિફોન એક્ષચેંજનાં કમ્પાઉન્ડમાંથી ચંદનનું ઝાડ ચોરટાઓ કાપી ગયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લના વ્યારા પોલીસ મથકે ચંદનનાં મોટા ઝાડ ને કાપી નાખી ચોરી કરવાનો ગુનો નોંધાયો છે.
પોલિસ મથકેથી મળતી માહિતી અનુસાર તાપી જીલ્લા મથક વ્યારાના દાદરી ફળીયામાં આવેલ BSNL ટેલિફોન એક્ષચેંજનાં કમ્પાઉન્ડમાંથી ગત તા.૩૦/૧૧/૨૦૧૯ ના કલાક ૧૮/૪૫ થી તા. ૦૧/૧૨/૧૯ નાં કલાક ૦૮/૦૦ના સમયગાળા દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમો એ રાત્રીનાં સમયે BSNL ટેલિફોન એક્ષચેંજનાં કમ્પાઉન્ડમાં આવેલ ચંદનનું મોટુ ઝાડ ને થડમાંથી ઈલેકટ્રીક કટરની મદદથી કાપી ચોરી કરી લઈ જઈ આશરે રૂપિયા એક લાખની ચોરી કરી લઇ જઇ નાશી જઇ ગુનો કર્યો હતો. જે અંગે બી.એસ.એન.એલ.મા ફરજ બજાવતા સપના શ્રીકેશવ શરણસિંહ ગંગવારએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલિસે ઇ.પી.કો કલમ-૩૭૯,૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની આગળની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા HC અજયભાઇ સુદામભાઈ કરી રહ્યાં છે.