કુસુમ જયેશ ભુલકા ભવનમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી સાથે વૃક્ષારોપણ અથેઁ છોડ વિતરીત કરાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : આજરોજ કુસુમ જયેશ ભુલકા ભવન માં ર.ફ.દાબુ કેળવણી મંડળના ચેરમેન શ્રી નેવિલભાઈ જોખીના સહકાર અને માર્ગદર્શન હેઠળ મંડળના ટ્રસ્ટીશ્રીઓ મંત્રીશ્રી મહેશ કાકા, સહમંત્રી શ્રી દશરથભાઈ વસી સાહેબ, ટ્રસ્ટી શ્રી સુભાષ કાકા, ઉપપ્રમુખ શ્રી ડોક્ટર અરવિંદભાઈ પટેલ, ગુજરાતી માધ્યમના આચાર્યશ્રી પરવીન બેન દોરડી ના હસ્તે નાના ભૂલકાઓને અને વાલીઓને છોડો આપવામાં આવ્યા હતા અને વડીલશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કુસુમ જયેશ ભુલકા ભવન પરિવારના હસ્તે નાના ભૂલકાઓને અને વાલીઓ તેમજ વાન અને રિક્ષાવાળા ભાઈઓને પણ છોડો આપવામાં આવ્યા હતા. નાના બાળકોને છોડ આપીને પર્યાવરણ શુદ્ધ રહે અને છોડનો ઉછેર કઈ રીતે કરવો તેની સમજણ શિક્ષકોએ બાળકોને આપી હતી. આમાં વાલીઓએ પણ ખૂબ ઉત્સાહભેર સાથ સહકાર આપ્યો હતો.
ગ્લોબલ વોર્મિંગના આ જટિલ પ્રશ્નોમાં આજે શાળા પરિવારના નાના બાળકોને અત્યારથી જ પર્યાવરણનો બચાવ કરવાની શીખ આપવામાં આવી હતી.
આજરોજ વૃક્ષારોપણની સાથે સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી શાળા પરિવારે બાળકોની સાથે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other