તાપી જિલ્લામાં મતદાર સાક્ષરતા ક્લબસ (ELCs) માટે ૨૧મી જુલાઈએ વર્કશોપ યોજાશે
(માહિતી બ્યુરો વ્યારા-તાપી)તા.૨૦- મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગરના જણાવ્યાનુસાર ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓગષ્ટ-સપ્ટે.૨૨ દરમિયાન મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ પણ યોજાનાર છે લાયકાત ધરાવતા મહત્તમ મતદારો મતદારયાદીમાં તેમના નામની નોંધણી કરાવે તે માટે તમામ મતદાર સાક્ષરતા ક્લબસના નોડલ અધિકારીઓ, કન્વીનર્સ તથા ક્લબ્સના સભ્યો સક્રિય રહે તે અતિ આવશ્યક છે. આ માટે જિલ્લા કક્ષાએ મતદાર સાક્ષરતા ક્લબ્સ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કક્ષાના મતદાર સાક્ષરતા ક્લબ્સ માટે વર્કશોપ તા.૨૧/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે, સ્થળ- શ્રીમતિ આર.પી.ચૌહાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે આયોજન કરવામાં આવેલ છે. સદરહું કાર્યક્રમમાં મતદાર સાક્ષરતા ક્લબસના નોડલ અધિકારીઓ, કન્વીનર્સ તથા ક્લબ્સના સભ્યો હાજર રહેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી,તાપી-વ્યારા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
૦૦૦૦૦૦૦૦