તાપી જિલ્લામાં આવતિકાલે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ નો છેલ્લો દિવસ
વાલોડ તાલુકાના બુહારી અને ગોડધા તેમજ સોનગઢ તાલુકાના ચીમકુવા અને ગુણસદા ગામે કાર્યક્રમ યોજાશે
………………………….
(માહિતી બ્યુરો, વ્યારા- તાપી) તા: ૧૯ તાપી જિલ્લાના વાલોડ તાલુકા અને સોનગઢ તાલુકાના વિવિધ ગામોમાં આવી પહોંચેલી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ગુજરાતના ૨૦ વર્ષોની વિકાસ ગાથા સાથે વિવિધ પ્રવૃત્તિઓ લઈ લોકોમાં આનંદ પ્રસરાવી રહી છે ત્યારે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યાત્રાના અંતિમ દિવસે, એટલે કે તા.૨૦મી જુલાઈના રોજ રૂટ નં-૧ જિલ્લા પંચાયતની બેઠક બુહારી-૬ના રામજી મંદિર બુહારી ખાતે, તેમજ ગોડધામાં રામજી મંદિર ગોડધા ખાતે તથા રૂટ નં-૨ માં સોનગઢ તાલુકામાં ચિમકુવા અને ગુણસદા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાશે.
‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના નિયત કરાયેલા રૂટ મુજબ આજે સવારે બુહારીના રામજીમંદિર મુકામે તેમજ સોનગઢ તાલુકાના ચિમકુવા પહોંચશે અને યાત્રા સાથે જોડાયેલા મહાનુભાવોના હસ્તે વ્રક્ષારોપણ તેમજ ગામના લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરવાની સાથે, આ ગામોના કેટલાક વિકાસ કામોનુ ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે, ત્યાર બાદ આ યાત્રા સાંજે ગોડધામાં રામજી મંદિર તેમજ ગુણસદા પ્રાથમિક શાળા મુકામે પહોંચશે. અહી સાંસ્કૃતિક કાર્યક્રમના સથવારે ગ્રામજનોને વિવિધ યોજનાકીય જાણકારી પણ પૂરી પાડવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, ગત તા.૯મી જુલાઈના રોજ દેશમા જાહેર કરાયેલા રાષ્ટ્રીય શોક દિનને પગલે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રૂટ ઉપર આવતા ઉપરોક્ત ગામોના કાર્યક્રમોને રાજ્ય સરકાર દ્વારા મોકુફ રાખવામા આવ્યો હતો. જેનો સમાવેશ યાત્રાના છેલ્લા દિવસે એટલે કે ૨૦મી જુલાઇએ કરવામા આવ્યો છે તેમ તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવીએ જણાવ્યુ હતુ.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦