તાપી જિલ્લાના વિરપોર ( બુહારી ) તથા ઉકાઇ ખાતે આર.ટી.ઓ. તાપી દ્વારા રોડ સેફ્ટી વિષયક જન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા. ૦૭ : તાપી જીલ્લાના એ.આર.ટી.ઓ વ્યારા તથા પોલીસ કર્મચારીઓનાં સંકલનમાં રહીને મોરારજી દેસાઇ આર્ટ્સ અને કોમર્સ કોલેજ વિરપોર( બુહારી ) ખાતે તથા આઈ.ટી.આઈ ઉકાઈ,તા.સોનગઢ ખાતે રોડ સેફ્ટી વિષયક જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વ્યારા દ્વારા રોડ સેફ્ટી વિષયક જન જાગૃતિ નો કાર્યક્રમ તા.૦૬ જુલાઇના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજવામાં આવ્યો હતો. અત્રેની કચેરીનાં સહાયક મોટર વાહન નિરીક્ષક્શ્રી વિ.ડી.ઝાલા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા માર્ગ સલામતિ અને ટ્રાફિક નિયમન બાબતે માહિતી આપવામાં આવી હતી. તાપી જીલ્લાના મોરારજી દેસાઇ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વિરપોર( બુહારી ) આઈ.ટી.આઈ ઉકાઈના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને ટ્રાફિકનાં નિયમોની જાણકારી આપવામાં આવી હતી.
આર.ટી.ઓ અને માર્ગ સલામતિ બાબતે હર હંમેશ આ આ પ્રકારની કામગીરી થાય તેમ હાકલ કરી હતી, તેમજ આ પ્રકારનાં કાર્યક્રમ અવારનવાર થાય તેમ જણાવ્યું હતુ.
આ પ્રસંગે એ.આર.ટી.ઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત તમામને સહકાર આપવા બદલ તેમજ વિદ્યર્થીઓ અને જાહેર જનતાના ઉત્સાહ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦