સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે નવા હોસ્ટેલ બિલ્ડીંગ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
-તાપી જિલ્લા પંચાયત પ્રમુખ, આદિજાતિ કમિશનર અને તકેદારી અધિકારી તથા પૂર્વ મંત્રી હસ્તે લોકાર્પણ કરાયું.
-આદિવાસી બાળકોને સુવિધાયુક્ત રહેવાની સુવિધા મળી રહે અને તેઓ પણ એન્જિનિયર ડોક્ટર બને તેવા આશયથી નવું બિલ્ડીંગ બનાવાયુ.
-આ પ્રસંગે સાર્વજનિક હાઇસ્કૂલના ટ્રસ્ટીઓએ સાર્વજનિક હાઈસ્કૂલ ને પ્રાઇવેટ સ્કુલ જેવી આધુનિક બનાવવા વચન આપ્યું.
-ગરીબ મધ્યમ વર્ગ સાથે આદિવાસીઓના બાળકો પણ ખાનગી શાળા જેવી સુવિધાઓ મેળવી શકે તેવા ટ્રસ્ટીઓના પ્રયત્ન.
-સોસાયટીના પ્રમુખ જીગ્નેશભાઈ દોણવાડા,ચિંતનભાઈ દેસાઈ,હેટલભાઈ મહેતા,નીખીલભાઈ સેઠ સાથે સોનગઢ નગરપાલિકાના પ્રમુખ બાબુભાઈ ભરવાડ વિશેષ ઉપસ્થિત રહ્યા.
૧૯૫૫ થી કાર્યરત આ શાળા ને આધુનિક શાળા બનાવવા ની શરૂઆત કરવામાં આવી.
-આ વર્ષ થી સેલ્ફ ફાઈનાન્સ ધોરણે શાળામા 11/12 સાયન્સ વિભાગ પણ શરૂ કરાયો .
આદિવાસીઓના બાળકો પણ એન્જિનિયર, ડોક્ટર બને તે માટે સાયન્સ વિભાગ શરૂ કરાયો.
કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શિક્ષકો એ ઉપસ્થિત તમામને મહેમાનો અને અધિકારીઓને આવકાર આપી આભાર વ્યક્ત કર્યો.