અંબાજી માતાના મેળા દરમ્યાન કુકરમુંડા ફૂલવાડી વિસ્તારમાં ચાલતા પ્રતિબંધિત ગેરકાયદેસરના ધંધાઓ બંધ કરાવવા માટે મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરાઈ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના છેવાડેના કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ફૂલવાડીના ગ્રામજનો દ્વારા કુકરમુંડા તાલુકાના મામલતદારશ્રી મારફત તાપી જિલ્લાના કલેકટરશ્રીને અરજી કરી કુકરમુંડા તાલુકાના પાટી ગામમાં વર્ષોથી અંબાજી માતાનો મેળો ભરાઈ છે, આ મેળામાં થતા કુકરમુંડા ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલતા પ્રતિબંધિત (દેશીદારૂ, વરલીમટકા, કેમિકલ યુક્ત તાડી ) ગેરકાયદેસરના ધંધાઓ બંધ કરવામાં આવે.
ગ્રુપ ગ્રામપંચાયત ફુલવાડીમાં આવેલ પાટી ગામમાં છેલ્લા ૫૦ વર્ષોથી અંબાજી માતાનો મેળો થતો આવ્યો છે પરંતુ પાછલા બે વર્ષથી કોરોના જેવી મહામારીના કારણે મેળાઓ રદ કરવામાં આવેલ હતા. તા. ૧૫ એપ્રિલ હનુમાન જ્યંતીની દિવસે મેળાનુ આયોજન કરવામાં આવેલ છે. અને અંબાજી માતાના મેળો આસ્થાનું પ્રતિક અને પવિત્ર માનવામાં આવે છે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યના લોકો આસ્થા લઈ મનત(બાધ) પુરી કરવા માટે પગપાળે પણ આવે છે અને અંબાજી માતા એમની કોઈ પણ મનત(બાધ) મનોકામના હોય એ પુરી કરે છે એટલા જ માટે અંબાજી માતા પર આસ્થા રાખીને દુરદૂરથી લોકો મેળામાં આવે છે. આ માતાના મેળામાં લોકો બે મહિના અગાઉ મજૂરી કરી. ગુજરાતમાં મજૂરી કરવા માટે જાય છે. ખેતરોમાં પાકો પકાવી વેચાણ કરી પેસા ભેગા કરી બળદ, બળદગાડુ, અન્ય ચીજવસ્તુ ખરીદવા માટે તેમજ બળકોના મનોરંજન માટે રૂપિયાઓ ભેગા કરી ખર્ચચે છે. પરંતુ છેલ્લા કોરોના મહામારીના બે વર્ષે દરમ્યાન દેશની પ્રજા આર્થિક, મઁદિ, તંગીના કારણે લોકોને ખુબજ નુકસાન વેઠવું પડ્યું હતું. હાલમાં પાટી ગામમાં મેળાનો આયોજન કરવામાં આવેલ છે. ફૂલવાડી ગ્રામજનો જણાવે છે કે મેળો ભરાય ત્યારે મેળામાં અને કુકરમુંડા ફૂલવાડી ગ્રુપ ગ્રામપંચાયત વિસ્તારમાં જુગાર, વરલીમટકા, વિદેશી દેશી દારૂ, કેમિકલ યુક્ત તાડી બંધ કરવામાં આવે. કેમ કે આ વિસ્તારમાં લોકો કાળી મજૂરી(મહેનત) કરી મેળા માટે પેસા ભેગા કરે છે. અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ નહીં કરવામાં આવે તો લોકો બધા પેસા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માં લગાવી દેશે ? અને આખિરે એમના છોકરાઓને મેળામાં ફરવા કે ચીજવસ્તુ લેવા માટે પેસા રહેશે નહીં ? એટલા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંદ કરવમાં આવે. ખુલ્લે આમ ચાલતી જુગાર, વરલીમટકા, વિદેશીદારૂ, કેમિકલ યુક્ત તાડીઓનું સેવન (પીવા) અનેક ખતરનાક બીમારીઓ લાગી શકે છે. કેટલાક યુવાનો બરબાદ થઈ ગયા છે અને કેટલીક બહેનો વિધવા બની ચુકી છે. જેનો હિસાબ નથી? ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે એવી સમાજની લાગણી અને માંગણી કરવામાં આવે છે. પ્રતિબંધીત-ગેરકાયદેસરના ધંધાઓને પ્રોત્સાહન આપનાર જવાબદારો સામે શિક્ષાત્મા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જે મેળામાં કે અન્ય વિસ્તારમાં ગેરકાયદેસરના ધંધાઓ ચાલતા નજર પડશે તો તેની ફોટાઓ અને વિડિઓ લઈ સોશિયલ મીડિયા મારફતે ઉચ્ચકક્ષાને ફરિયાદ કરવામાં આવશે ? એવી પણ ગ્રામજનો દ્વારા ચિમકીઓ ઉચ્ચારવામા આવી છે. હાલમાં એ જોવાનું રહયું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે ? આવનાર સમયમાં ખબર પડશે ?