તાપી જીલ્લાના તથા સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના પાંચ પ્રોહીબિશનના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી , ગુજરાત રાજ્ય , ગાંધીનગર નાઓની નાસતા- ફરતા આરોપીઓ પકડવા અંગેની ડ્રાઇવ ચાલતી હોય , અધિક પોલીસ મહાનિદેશકશ્રી , સુરત વિભાગ , સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી , તાપી નાઓ દ્વારા જિલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને ( ૧ ) પો.ઈન્સ . શ્રી આર.એમ.વસૈયા , લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી – વ્યારા નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે આજરોજ શ્રી , વાય.એસ.શિરસાઠ , પો.સ.ઇ. લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી – વ્યારા તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા . તે દરમ્યાન અ.હે.કો.લેબજીભાઇ પરબતજીભાઇ બ.નં -૬૮૦ તથા અ.પો.કો.પ્રકાશભાઇ રામાભાઇ બ.નં -૩૭૩ નાઓને મળેલ સંયુકત બાતમી આધારે ( ૧ ) સોનગઢ પો.સ્ટે . ૧૧૮૨૪૦૦૪૨૧૧૬૪૨/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫ ઇ , ૯૮ ( ૨ ) મુજબ તથા ( ૨ ) ઉચ્છલ પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૬૨૨૦૨૯૪/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫ ઇ , ૮૧ , ૮૩ , ૯૮ ( ૨ ) મુજબ ( ૩ ) કાપોદ્રા પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૨૨૧૨૮૯૦/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫ ( એ ) ( એ ) , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબ તથા ( ૪ ) કાપોદ્રા પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૨૨૧૨૮૯૧/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫ ( ઇ ) ( એ ) , ૯૮ ( ૨ ) , ૮૧ તથા ( ૫ ) વરાછા પો.સ્ટે ૧૧૨૧૦૦૬૦૨૧૩૦૬૨/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫ ( ઇ ) , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી – શૈલેષભાઇ હીરજીભાઇ રાદડીયા રહે -૧૨૬ , સંતોષીનગર , ગાયત્રી સોસાયટીની બાજુમા એલ.એચ. રોડ તા.ચોર્યાસી , સુરત શહેરનાને આજરોજ તા. ૧૨ / ૦૪ / ૨૦૨૨ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ- ૪૧ ( ૧ ) આઇ મુજબની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પો.સ્ટે.ને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ : શ્રી , વાય.એસ. શિરસાઠ , પોલીસ સબ ઇન્સ્પેકટર , તથા અ.હે.કો.લેબજીભાઇ પરબતજીભાઇ તથા અ.હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.પો.કો.પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. ધર્મેશભાઇ ઉમેશભાઇ તથા અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહ નાઓએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other