તાપી જિલ્લા રમતવીરો જોગ : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ખેલ મહાકુંભ-૨૦૨૧૨૨ની તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી): તા.૧૬: ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તાલુકા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં એથલેટીક્સ. ચેસ, રસ્સાખેંચ, ખોખો, કબડ્ડી, યોગાસન, વોલીબોલની સ્પર્ધાઓ તા.૨૧ થી ૨૬ માર્ચ-૨૦૨૨ સુધી તાલુકાવાર નક્કિ થયેલા સ્થળો મુજબ યોજાશે. જેમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, વિવિધલક્ષી હાઇસ્કુલ ડોલવણ, સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ, સ.ગો.હાઇસ્કુલ વાલોડ, સાર્વજનિક હાઇસ્કુલ ઉચ્છલ, આર.જે.પટેલ હાઇસ્કુલ નિઝર, સરસ્વતી વિદ્યાલય કુકરમુંડા ખાતે સ્પર્ધાઓ યોજાશે.
આ ઉપરાંત સીધી જિલ્લાકક્ષા સ્પર્ધાઓ તા.૨૦/૦૩/૨૦૨૨ થી તા.૨૬/૦૩/૨૦૨૨ સુધી ફુટબોલ, સ્કેટીંગ, સ્વીમીંગ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેકવોનડો, જુડો, ટેબલટેનીસ, લોનટેનીસ, તીરંદાજી, હોકી, કુસ્તી, શુટીંગબોલ, કરાટે, હેન્ડબોલની સ્પર્ધાઓ યોજવામાં આવશે. તથા આ અંગે વધુ માહિતી માટે https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ ઉપર જાણી શકાશે એમ જિલ્લા રમત-ગમત અધિકારી, તાપી, અમરસિંહ રાઠવાની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other