પત્રકારની જાહેરમાં થયેલી હત્યાના વિરોધમાં તાપી પ્રેસ ક્લબ એ આવેદનપત્ર આપ્યું
તાપીમાં પણ અનેક સ્થળે પત્રકારો પર થયા છે જાહેરમાં હુમલા.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પત્રકારો ઉપર થતા જીવલેણ હુમલા અને અત્યાર ની ઘટના સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આજરોજ તાપી જિલ્લા પ્રેસ હવે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અને જિલ્લાના પત્રકારોએ પણ રક્ષણની માંગ કરી હતી.
આજરોજ તાપી પ્રેસ ક્લબ એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે અમે ગરવી ગુજરાતના ભયભીત પત્રકારો હાલ ભયના ઓથા હેઠળ જીવવા એટલા માટે મજબૂર બન્યા છે કે, ગત દિવસોમાં સુરતના રાંદેર બીચ ઉપર પત્રકાર ને જાહેરમાં હત્યા કરવામાં આવી છે ,જે સમગ્ર લોકશાહી ઉપર લાંછનરૂપ ઘટના કહી શકાય. લોકશાહીના આધારસ્તંભ સમાન પત્રકારોની પણ હવે જાહેરમાં હત્યા થાય એ કોઈપણ સંજોગોમાં સાંખી લેવાય તેમ નથી. તાપી જિલ્લામાં પણ પત્રકારો ઉપર જાહેરમાં હિંસક હુમલા કરવાની ,ધમકી આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ઘટનાઓ અનેક વાર બની ચૂકી છે. અને આવી ઘટનાઓમાં ઘણીવાર પોલીસ વિભાગ દ્વારા ગુનેગારોને છાવરતા હોવાના કિસ્સાઓ પણ ધ્યાને આવ્યા છે. ત્યારે આપ શ્રી અને સરકાર દ્વારા સરકારની સુરક્ષા અને ચોથી જાગીરની રક્ષા માટે તાત્કાલિક ધોરણે ઘટતા પગલાં લેવામાં આવે તેવી પોસ્ટ કરનાર પત્રકારોમાં કરે છે. સમગ્ર રાજ્યભરમાં છાશવારે બનતી આવી ઘટનાઓને તાપી પ્રેસ ક્લબ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. હવે આ ઘટના બાદ તંત્ર અને સરકાર દેશ ની ચોથી જાગીરના રક્ષણ માટે ક્યારેય શું પગલાં લે છે તે આવનાર દિવસોમાં જોવાનું??