નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા -નિઝર) : કુકરમુંડા ફિનકેર સ્મોલ ફાઇનાન્સ અને એન આઈ.આઈ. ટી.ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા.૧૦/૦૨/૨૦૨૨ ગુરૂવાર ના રોજ તાપી જિલ્લાના નિઝર ગામના કેટેગરી વિસ્તાર ખાતે નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રામજનોને આર્થિક અને ડીજીટલ સાક્ષરતા અંગે જાગૃત કરી માહિતી આપવામાં આવી હતી.જેમા બચત,નાણાકીય સાક્ષરતા, બચત અને ચાલું ખાતા વિશે માહિતી આપવામાં આવી.એના સાથે સાથે વિમાનું મહત્વ ,લોન,નાણાકીય આવક-જાવક વિશે સમજાવામાં આવ્યુ હતું.અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા જેવી કે અટલ પેન્શન યોજના,સુકન્યા સમુધ્ધી યોજના,પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વગેરે.તેમજ કોરોના વાયરસ વિશે પણ જાગૃત કરવામાં આવ્યા હતા, ફિનકેર બેંક દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. એનઆઈ.આઈ.ટી.ટ્રેનર પ્રકાશ મકવાણા અને ફિનકેર બેંકના શાખા મેનેજર શ્રીવિલાસભાઈ પાડવી અને વિનયભાઈ વસાવા ડી.વાઇ શાખા મેનેજર ધ્દ્રારા આ કાર્યક્રમ lનું આયોજન કરવામાં આવ્યું હતું.