વઘઇ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારશ્રીને આવેદન પત્ર અપાયું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા, કોવિડ ૧૯ ની મહામારી કોનરોના સામે રક્ષણ મળી રહે , કોરોના વાયરસ નો ઝડપી ફેલાવો રોકવા માટે ડાંગ માં તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે અને કોરોના મહામારી માં મૃત્યુ પામનાર પરિવાર જનો ને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ અંતર્ગત ની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત, સહાય નાં ૪ લાખ રૂપિયા કોરોના મૃતક પરિવાર જનો વતી કોંગ્રેસ પક્ષ દ્વારા વઘઈ તાલુકા મામલતદાર સમક્ષ આવેદન પત્ર આપવામાં આવ્યું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે કોરોના મૃતક પરિવારો ને રૂપિયા ૪ લાખ ની સહાય સરકાર તરફથી ચૂકવવા માં આવે.આ કાર્યક્રમ માં ડાંગ નાં પ્રભારી વાંસદા નાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ ડાંગ નાં પ્રમુખ મોતીલાલ ચૌધરી પૂર્વ પ્રમુખ ગૌતમભાઈ પટેલ પ્રદેશ કોંગ્રેસ નાં મંત્રી તબરેઝ અહેમદ(બબલુ) , ખલપાભાઈ ચૌધરી વઘઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગમનભાઈ ભોંયે યુથ કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર વિધાનસભા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તુષાર કામડી અને કોંગ્રેસી કાર્યકરો એ આ કાર્યક્રમ અંતર્ગત હાજરી આપી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *