તાપી જિલ્લાના અસંગઠિત શ્રમયોગીઓ જોગ

Contact News Publisher

વિવિધ યોજનાકીય લાભો મેળવવા ઈ-શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી
…………..
ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે ઇ-શ્રમ પોર્ટલ લોન્ચ કરાયુ :
…………….
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)-૧૭:- ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે ઇ-શ્રમ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ઉપર પહેલી વાર ૩૮ કરોડ જેટલા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવાની વ્યવસ્થાના ભાગરૂપે અસંગઠિત તથા સ્થળાંતરી શ્રમયોગીઓની નોંધણી કરવામાં આવાની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અમલી વિવિધ સમાજ સુરક્ષાની યોજનાઓ અસંગઠિત શ્રમયોગીઓ સુધી પહોંચાડવામા પણ મદદરૂપ થશે.
આ માટે eshram.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે અસંગઠિત શ્રમયોગીઓએ તેમના આધાર કાર્ડ સાથે લીંક થયેલ મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેશે. આ પોર્ટલ ઉપર અસંગઠિત શ્રમયોગીઓનુ રજીસ્ટ્રેશન ત્રણ રીતે થઈ શકે છે. જેમાં સેલ્ફ રજીસ્ટ્રેશન એટલે કે, સ્માર્ટ ફોન ઉપર જાતે, કોમન સર્વિસ સેન્ટર મારફત અને ઈ-ગ્રામ કેન્દ્રો મારફત. આ પ્રમાણે નોંધણી કરાવતા સ્થળ પર ઈ-શ્રમ કાર્ડ મળવાપાત્ર થાય છે. ઈ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી સંપૂર્ણ મફત છે. અસંગઠિત શ્રમયોગીઓમા બાંધકામ શ્રમયોગીઓ, સ્થળાંતરીત શ્રમયોગીઓ, ડોમેસ્ટી વર્કર્સ, ખેત શ્રમયોગીઓ, સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, સ્ટ્રીટ વેન્ડર્સ, નાના દુકાનદારો, આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ, માછીમારો, પ્લાન્ટેશન વર્કર્સ, મીલ્ક મેન, મનરેગા અંતર્ગત કામ કરતા શ્રમયોગીઓ, રીક્ષા ચાલકો, મધ્યાહ્ન ભોજન યોજનામા કામ કરતા શ્રમયોગી તેમજ અન્ય સંબંધિત શ્રમયોગીઓનો સમાવેશ થાય છે.

ઈ-શ્રમ પોર્ટલ ઉપર નોંધાયેલા દરેક અસંગઠિત શ્રમયોગીઓને ૧ વર્ષ માટે રૂ. ૨ લાખનો અકસ્માત વીમો મંજૂર કરવામાં આવશે. જો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કોઇ શ્રમયોગીને અકસ્માત થાય, તો એને મૃત્યુ કે કાયમી વિકલાંગતાની સ્થિતિમા રૂ. ૨ લાખ મળવા પાત્ર થશે, અને અંશત: વિકલાંગતાના કિસ્સામા રૂ. ૧ લાખ મળશે. નોંધણી થયેલી શ્રમયોગીઓને ૧૨ અંકોના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) સાથેનુ ઇ-શ્રમ કાર્ડ જારી થશે, જે દેશભરમાં માન્ય ગણાશે. Eshram પોર્ટલ માટે શ્રમયોગીઓને લગતા પ્રશ્નો હલ કરવા માટે રાષ્ટ્રીય ટોલ ટી નંબર ૧૪૪૩૪ અને ગુજરાત રાજ્ય માટે ટોલ ફ્રી નંબર ૧૫૫૩૭૨ છે. આ કાર્ડ માટે ૧૬ થી ૬૦ વર્ષની વચ્ચેની ઉંમરના કોઇ પણ અસંગઠિત શ્રમયોગીઓ નોંધણી કરાવી શકે છે એમ સરકારી શ્રમ અધિકારી તાપીની અખબારી યાદીમાં જણાવાયુ છે.
00000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other