તાપી જિલ્લામાં વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) .તા.૧૧: WHOનાં સર્વે પ્રમાણે ભારતમાં દર ૬ વ્યક્તિએ એક વ્યક્તિને જીવનમાં ક્યારેક તો માનસિક રોગ થાય છે. હાલના સમયને જોતા માનસિક દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ માનસિક રોગ વિશે જાણે, સમજે, યોગ્ય સમયે ઈલાજ કરાવે અને નાગરીકો આ અંગે વધુ જાગૃત થાય તે હેતુથી જિલ્લામાં માનસિક સ્વાસ્થ્ય પખવાડીયું ઉજવણી કરવામાં આવી રહી છે.
આ અન્વયે તાપી જિલ્લામાં જીલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ, NCD સેલ જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા “Mental health for all-let’s make it reality” થીમ ઉપર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજ્જ્વણી કરી કરવામાં આવી હતી. જે નિમિત્તે તાજેતરમાં નર્સિંગ કોલેજ ઈન્દુના વિદ્યાર્થીઓ દ્વારા મેન્ટલ હેલ્થને અનુલક્ષીને રંગોળી સ્પર્ધા, પોસ્ટર પ્રેઝેન્ટેશન અને ફિલ્મ દર્શન કરવામાં આવી હતી.
સ્પર્ધામાં સારુ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સીવીલ સર્જન ડૉ.નૈતિક ચૌધરી, મનોચિકિત્સક ડૉ.ટીંકલ પટેલ, ડૉ.વિશાલ ગાંધી, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડૉ.ભરત જાદવ, સોસિયલ વર્કર ચિંતન ગામીત તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને સામાજિક અંતર જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦