તાપી જિલ્લાનું ગૌરવ : કપુરા પ્રા.શાળાના શિક્ષકાને મહારાષ્ટ્રની પ્રતિસ્ઠિત સંસ્થા અને મહાત્મા ગાંધી સાહિત્ય મંચ ગાંધીનગર દ્વારા “રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી-નેશનલ ટીચર એવોર્ડ”થી સમ્માનિત કરવામાં આવ્યા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) .તા.૧૧: તાજેતરમાં બાલ રક્ષક પ્રતિષ્ઠાન સંસ્થા મહારાષ્ટ્ર અને મહાત્મા ગાંધી સાહિત્ય મંચ, ગાંધીનગરના સહયોગથી ભારતમાતા મંદિર, ગાંધીનગર ખાતે ગુજરાતના ૪૦ ઇનોવેટીવ શિક્ષકોનું સમ્માન સમારંભ યોજાયો હતો, જેમાં શિક્ષકોને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અને ગુજરાત ગૌરવ એવોર્ડ ૨૦૨૧થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારંભમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા પ્રા. શાળાના ઉ.શિ. રાજ્ય પારિતોષિક શ્રેષ્ઠ શિક્ષક શ્રીમતિ પારૂલબેન પી.ચક્રવર્તીને “રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી-નેશનલ ટીચર એવોર્ડથી સંસ્થાના અધ્યક્ષ ડૉ. રાની ખેડીકરના હસ્તે સમ્માનિત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રથી સંસ્થાના તમામ હોદ્દેદારો, ગાંધીનગરના ડેપ્યુટી મેયર, મહાત્મા ગાંધી સાહિત્ય મંચના અધ્યક્ષ ડૉ. ગુલાબચંદ પટેલ, શિક્ષણ વિભાગનાશ્રી રાવલ સહિત અન્ય મહાનુભાવો તથા ગુજરાત રાજ્યના જુદા – જુદા જિલ્લામાંથી શિક્ષકો હાજર રહ્યા હતાં જેઓને પ્રમાણપત્ર – શિલ્ડ અને મોમેન્ટો આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બાલ રક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર સ્થિત સંસ્થા છે જે દિવ્યાંગ બાળકો અને શાળા બહારના બાળકોના ઉત્થાન માટે કાર્યશીલ છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦