સુરત : લોભામણી જાહેરાત વાંચી કિડની વેચવા જતા ગુમાવ્યા 14 લાખ
(દિપા મોરે દ્વારા, સુરત) : સુરતમાં કિડની વેચવા નીકળેલો એક વ્યક્તિ ઠગાઈનો ભોગ બન્યો હતો. પૈસા ન મળવાના બદલે ગુમાવવાનો વારો આવતા આ યુવકે ફરિયાદ નોંઘાવી હતી. સુરત પોલીસની તપાસમાં આ ઘટનામાં મોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ ઘટનામાં કિડની વેચવાના નામે ઠગાઈ કરતી ગેંગના આફ્રિકન શખ્સોનો રોલ સામે આવ્યો હતો. ભારતની અલગ અલગ પ્રખ્યાત હોસ્પિટલોના નામની ફેક વેબસાઇટો બનાવડાવી તેમાં કીડની સેલ કરવાથી ચાર કરોડ રૂપિયા મળશે તેવી જાહેરાત મૂકી તથા આર.બી.આઇ.ના નામના ફેક ઇ-મેઇલ આઇડી બનાવડાવી ભારતના તથા અન્ય દેશોના લોકોને અલગ અલગ ચાર્જ જણાવી તેઓ પાસેથી રૂપીયા મેળવી લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરનાર વધુ એક આફ્રીકન આરોપીને બેંગ્લોર ખાતેથી સાયબર ક્રાઇમની ટીમે પકડી પાડયો છે ..
બનાવની વિગતો એવી છે કે ભારતની અલગ અલગ પ્રતિષ્ઠીત હોસ્પીટલોના નામથી ફેક વેબસાઇટ બનાવવામાં આવતી હતી અને તે વેબસાઇટ ઉપર કીડની સેલ કરવાથી ચાર થી સાત કરોડ મળશે તેવી લોભામણી તથા લલચામણી ઓફરોની જાહેરાત મુકી તેમજ આર.બી.આઇ.ના નામના ફેક ઇ-મેઇલ આઇડી બનાવી તે વેબસાઇટ તથા ઇ-મેઇલ આઇડી દ્વારા લોકોને અલગ અલગ ચાર્જ જણાવી તેઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપીયા જમા કરાવતો હતો. તે
બેંક એકાઉન્ટ હાલનો અટક કરેલ આરોપી પ્રોવાઇડ કરતો હતો અને તેનું 10% કમીશન મેળવતો હતો જોકે આ ઠગાઇ માં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.ત્યારે બેન્ક એકાઉન્ટ પ્રોવાઇડ કરનાર વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે.
સુરત સાયબર ક્રાઇમ ના જાપતા માં ઉભેલા વિદેશી આરોપી નામ ગ્રેહ ગોરી એમાગ્રેહ છે .પકડાયેલ આરોપી કીડની વેચવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી લોભામણી લલચામણી વાતો કરી હતી.