અનુસુચિત જાતિ લાભાર્થી જોગ : તાપી જિલ્લામાં અનુસુચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય હેઠળ વિવિધ યોજનાઓ કાર્યરત
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦૫: અનુસુચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય હેઠળ વિવિધ યોજનાઓનો કાર્યરત છે. જેમાં ડો. આંબેડકર આવાસ યોજના, કુંવરબાઇ મામેરૂ યોજના, સત્યવાદી રાજા હરીશચન્દ્ર મરણોત્તર સહાય યોજના, ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના, વિદેશ અભ્યાસ લોન, કોમર્શીયલ પાયલોટ તાલીમ લોન યોજનાઓનનો સમાવેશ થાય છે. આ યોજનાઓનો લાભ મેળવવા માંગતા લાભાર્થીઓએ યોજનાઓની વિગતવાર માહિતી, પાત્રતા તથા ઓનલાઇન અરજી ફોર્મ વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in પર અથવા નાયબ નિયામક, અનુચિત જાતિ કલ્યાણ કચેરી.-નં.(૦૨૬૨૬)૨૨૦૮૬૯ અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત તાપી.- સંપર્ક નં.(૦૨૬૨૬)૨૨૦૬૨૨ અથવા નાયબ નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ કચેરી જિલ્લા સેવાસદન, બ્લોક ૬/૧, પાનવાડી વ્યારા તથા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, વ્યારા-તાપીનો સંપર્ક કરવા નાયબ નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦