ડોલવણમાં ધાર્મિક સંસ્થાઓએ સ્વચ્છતા અને પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ અંગે લોકોને જાગૃત કર્યા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦૫: “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી પ્રસંગે જિલ્લા ગ્રામ એજન્સી હેઠળ કાર્યરત સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) દ્વારા સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન રાજ્યના તમામ ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ અન્વયે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના સફળ નેતૃત્વ હેઠળ તાપી જિલ્લામાં સ્વછતાલક્ષી વિવિધ ક્રાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આજરોજ ડોલવણના કરંજખેડ ખાતે ધાર્મિક સંસ્થા દ્વારા ધાર્મિક સ્થળો ઉપર લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે માહિતી આપી સૌને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃત કરી તેનાથી થતા નુકસાન અંગે લોકોને સમજણ પુરી પાડી હતી. વધુમાં કચરાનું વર્ગીકરણ શા માટે અને કેવી રીતે કરવું તે અંગેની તાલીમ આપી પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવા અંગે પણ પ્રજાજનોને સમજણ પુરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો સામાજિક અંતર જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.
000000