તાપી જિલ્લાના નિવૃત કર્મચારીઓ સાથે હકારાત્મક સંવાદ કરતા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૦૪: તાજેતરમા તાપી જિલ્લા અને વ્યારા તાલુકાના નિવૃત કર્મચારી મંડળના નિવૃત કર્મચારીની સભા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતમાં યોજવામાં હરિહરેશ્વર મહાદેવના મંદિરના સભાખંડમાં યોજવામાં આવી હતી.
આ બેઠકમાં શ્રી કાપડીયાએ નિવૃત કર્મચારીઓના પ્રશ્નોમાં પેન્શનના કેસો અંગે વિસ્તૃત ચર્ચા કરી લોકોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ લાવવા અંગે શિકાયત વિભાગ, આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ તથા બેઠકના મેનેજરોને સુચનો આપ્યા હતા. તાપી જિલ્લા નિવૃત કર્મચારી સંગઠન સાથે હકારાત્મક અને રચનાત્મક ચર્ચાઓ કરી સંગઠન પ્રગતિમય બને તેવી શુભકામનાઓ પાઠવી હ્તી.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ નિવૃત કર્મચારીઓને “હેપીનેશ” પુસ્તક તથા વન વિભાગ દ્વારા વૃક્ષના રોપા સ્મૃતિભેટ રૂપે આપવામાં આવ્યા હતા. બેઠકના અંતે ૭૫માં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “ક્લિન ઇન્ડિયા” કાર્યક્રમ અંગે ઉપસ્થિત સૌએ તાપી જિલ્લામાં સાર્વત્રિક સ્વચ્છતા જાળવવા અંગે શપથ લીધા હતા.
બેઠકમાં બેન્ક ઓફ બરોડાના મેનેજરશ્રી પટેલ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મેનેજરશ્રી શર્મા, તાપી જિલ્લા અને વ્યારા તાલુકાના નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ દિલેર દેસાઇ, મોતિલાલ પટેલ, ઉપ-પ્રમુખ પ્રફુલ્લા ચૌધરી, હરિશ ચૌધરી, મંત્રી અરૂણ રાણા, ગણપત ગામીત, સહમંત્રી સુમન ચૌધરી, બાલુ ગામીત તથા અન્ય સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦