ઉચ્છલ તાલુકાના સાકરદા ખાતે વાહનવ્યવહાર ડાયવર્ટ કરવા અંગે જાહેરનામું

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.બી.વહોનીયા દ્વારા ઉચ્છલ તાલુકાના સાકરદા ખાતે આવેલ રેલ્વે ક્રોસીંગ નં. ૬૫ નું રીપેરીંગ કામ ચાલતુ હોઈ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ક્રોસીંગ નં. ૬૫ પરથી પસાર થતાં વાહન વ્યવહાર પૈકી LMV ગાડીઓ ક્રોસીંગ નં. ૬૭ પરથી જઈ શકશે અને ક્રોસીંગ નં.૬૮ ઉપર કાચો રસ્તો હોઈ નાના વાહનો તથા બસ જઈ શકશે. જ્યારે રેલ્વે અંડર બ્રીજ ૧૦૮ ઉપરથી તમામ પ્રકારના વાહનો પસાર થઈ શકશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *