ABVP તાપી દ્વારા સોનગઢ કોલેજ ખાતે જનજાતિ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતા વિષય પર કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ ABVP તાપી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સોનગઢ કોલેજ ખાતે જનજાતિ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતા વિષય પર કાર્યક્રમ કર્યો.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય જનજાતિ કાર્ય પ્રમુખશ્રી ગોવિંદભાઈ નાયક એ જણાવ્યું હતું કે જનજાતિ યુવાનોમાં પોતાની સંસ્કૃતિ નું સંચાર અને રાષ્ટ્રનું પુનઃ નિર્માણ કરવામાં આગળ આવવા માટે જાગૃત કરવામાં આવ્યા.
આ પ્રસંગે ABVP ના પ્રાંત મંત્રીશ્રી હિમાલયસિંહ ઝાલા, પ્રાંત સંગઠન મંત્રીશ્રી અશ્વિની શર્મા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગમાં વિશેષ અતિથી માં આરએસએસ તાપી જિલ્લા કાર્યવાહ શ્રી ચંદનસિંહ ગોહિલ તથા ABVP પ્રાંત સહમંત્રી વિરતિબેન તથા ગૌતમભાઈ ગામીત તેમજ તાપી જિલ્લા સંયોજક વિશાલભાઈ પટેલ તેમજ કૉલેજ ના આચાર્યશ્રી રાજેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યા વિદ્યાર્થીઓ અને ABVP ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
