કુકરમુંડા તાલુકામાં આવેલ તોરંદા ગામની સીમમાં આવેલા ખેતરમાં આગ લાગી !
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમુંડા તાલુકામાં આવેલ તોરંદા ગામની સીમમાં આવેલા ખેતરમાં આગ લાગી.
ખેતીવાડીની થ્રી ફેજ લાઇન લાગી જતા શેરડીના ઉભા પાકમાં ભીષણ આગ લાગી. ઊભેલો શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો.સ્થળ પરથી મળતી માહિતી મુજબ કૂકરમુંડા તાલુકાના કેવડામોંઈના રહેવાસી નરેન્દ્રભાઈ ફતુભાઇ વળવી જેમનું ખેતર સર્વે નંબર 33, તોરંદા ગામ ની સીમ માં આવેલું છે જેમાં ચાલુ વર્ષે શેરડીનો પાક વાવેતર કરવામાં આવ્યો હતો. અંદાજે 3 હેક્ટર જમીનમાં શેરડી વાવી હતી. જેમાં સોમવારે બપોરના આશરે ૧૨થી ૧૨:૩૦ વાગ્યાના અરસામાં ખેતીવાડી વીજ પુરવઠો ચાલુ થતાં થ્રી ફેઝ લાઇન શેરડીના પાક સાથે અડી જતાં ભીષણ આગ લાગી હતી. પરંતુ ખેતરનો માલિક ખેતરમાં જ હોવાને કારણે એમને બૂમો પાડી આજુબાજુના ખેડૂતોને બોલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કર્યા હતા. સદનસીબે આજે હવાનું પ્રમાણ ઓછું હોવાને કારણે આગ પર કાબુ મેળવી લેવાયો હતો. અને આજુબાજુના ખેતરોમાં આગ પ્રસરી ન હતી. ઘટનાની જાણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને થતાં કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે કૂકરમુંડા તાલુકામાં ચોમાસા પહેલા DGVCL દ્વારા પ્રી મોન્સૂન સમારકામ હાથ ધરાયું હતું તો પછી આ થ્રી ફેજ લાઇન કેવી રીતે નીચે નમી આવી એ ચર્ચાનો વિષય છે?.અને DGVCL કંપનીને ખેડૂત દ્વારા અગાઉ જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરાતાં ખેડૂત ખેતરમાં આગ લાગવાનીની ઘટના બની હતી
વર્ઝન:- આ અંગે ખેતર ના માલિક નરેન્દ્રભાઈ ફત્તુ ભાઈ જણાવ્યુ હતુ કે DGCVL ની બેદરકારી ના લીધે જેમા ત્રણ હેક્ટર માં વાવેલ શેરડી નો ઉભો પાક બળી જવા પામ્યો હતો