વ્યારામાં ચેક રીટર્નના કેસમાં લોન ધારકને ૬ માસની સજા અને ચેકની રકમનો દંડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઘી તાપી પીપલ્સ કો. ઓપ. ક્રેડીટ સોસાયટી લી. , માર્કેટ યાર્ડ, વ્યારાના સભાસદ એવા અંકિતભાઈ પ્રવિણભાઈ પારેખે ( રહે. કુંભારવાડ, કાનપુરા, વ્યારા.) એ ધી તાપી પીપલ્સ કો. ઓપ. ક્રેડીટ સોસાયટી લી. માંથી સભાસદ હોવાથી જુલાઈ – ૨૦૧૭ માં રૂા. ૧૫0000 / – , અંકે રૂપિયા એક લાખ પચાસ હજાર પુરાની જાતજામીનગીરી લોન લીધેલ હતી. જેના ચઢેલા ૯ ( નવ ) હપ્તાની ચુકવણી પેટે અંકિતભાઈ પ્રવિણભાઈ પારેખે સંસ્થામાં મે – ૨૦૧૮ માં રૂા. ૭૨૦૦૦/- અંકે રૂપિયા બોત્તેર હજાર પુરાનો પોતાનો ચેક આપેલ હતો . જે ચેક અન સફીસીયન્ટ બેલેન્સને કારણે રીટર્ન થયો હતો . જે અંગે અંકિતભાઈ પ્રવિણભાઈ પારેખને સંસ્થાના વકીલ – એડ. મયુર એમ. પંચાલ દ્વારા પ્રથમ નોટીસ આપવામાં આવેલ, તેમ છતાં અંકિતભાઈએ ચેક રીટર્નના નાણા ન ચુકવતા સંસ્થા તરફથી મે. વ્યારા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં કેસ કરેલ હતો. જે કેસ ચાલી જતા આરોપી એવા અંકિતભાઈ પ્રવિણભાઈ પારેખને ફરીયાદી સંસ્થાના એડ. મયુર એમ. પંચાલની રજુઆતના આધારે મે. વ્યારાની ચીફ કોર્ટના મે. ન્યાયાધીશશ્રી દશોંદી સાહેબનાઓએ તા. 16/11/19ના રોજ આરોપી અંકિતભાઈ પારેખને તકસીરવાર ઠેરવી ૬ (છ) માસની સજા તથા ચેકની રકમ રૂા. ૭૨૦૦૦/-, અંકે રૂપિયા બોત્તેર હજાર પુરાનો દંડ કરતો હુકમ કરી, દંડની રકમ વળતર સ્વરૂપે ફરીયાદી સંસ્થાને ચુકવવા માટેનો આદેશ કર્યો હતો. અને દંડની રકમ ન ભરે તો વધુ ૨ ( બે ) માસની સજાનો આદેશ કર્યો હતો.