ડાંગ જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યુ

Contact News Publisher

પ્રદર્શન કરતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી સહિત કોંગ્રેસના ૨૦ કાર્યકરોની પોલીસે અટકાયત કરી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ઉપરાંત બીજી બાજુ કોરોનાની મહામારી વચ્ચે લોકોના ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે અને આ વધતા ભાવોને કારણે મોંઘવારી પણ સતત વધી રહી છે.
મોંઘવારી પણ ગૃહિણીઓના બજેટ ખોરવી રહી છે.દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ સહિત અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓનાં ભાવોમાં પણ અસહ્ય વધારી ભાજપ સરકારે ૧૨૫ કરોડ દેશવાસીઓને અને ગુજરાત ના ૦૬ કરોડ નાગરિકોને મોંધવારી ના એક પછી એક ડામ આપી ગરીબ સામાન્ય વર્ગ ના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધુ છે ત્યારે ભાજપ ની જનવિરોધી નીતી ને ગુજરાત અને દેશના નાગરિકો સતત હાલાકી ભોગવી રહ્યા છે ભાજપ  સરકાર ને લોકો ને અચ્છેદિન ના બદલે પુરાને દિન લોટાદો એવુ કહી રહયા છે.લોકો ના ખિસ્સા ખંખેરીને પોતાની તિજોરી છલકાવતી ભાજપ સરકાર નાગરિકોને સહાય સુરક્ષ સહિત તમામ મોરચે નિષ્ફળ નિવડી છે આ અસહ્ય ભાવ વધારા સામે પ્રજા ને જાગૃત કરવા વાંસદા ના ધારાસભ્ય અંતન પટેલ અને કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી ની આગેવાની હેઠળ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે વઘઇ ચાર રસ્તા પર કોગ્રેસી કાર્યકરો દ્વારા ભાજપ સરકાર ની નીતી રીતે સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યા માં કોગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહી ભાજપ સરકાર અને ભાવવધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી હતી જયારે ભાજપ સરકાર વિરોધી સુત્રો ચાર કરતી વેળા વાંસદા ના ધારાસભ્ય અંતન પટેલ કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી જીલ્લા સદસય ગીતાબેન તાલુકા સદસય કોશોરીબેન મહિલા મોરચાના લતાબેન ભોયે કોગ્રેસ આગેવાન ગૌતમભાઇ પટેલ ચંદ્રેભાઇ પટેલ મંત્રી તબરેઝ અહેમદ (બબલુ) મુકેશ પટેલ વઘઇ સરપંચ મોહન ભોયે યુવા આગેવાન રાકેશ પવાર નરેશ રેંન્ઝડ ગમન ભોયે સહિત ૨૦ જેટલા કોગ્રેસી કાર્યકરો ની વઘઇ પોલીસે અટકાયત કરી તમામ વિરોધ પ્રદર્શનકારી ઓ ને વઘઇ પોલીસ મથકે લઇ જવાયા હતા બાદ તમામ કોગ્રેસી કાર્યકરો ને મુકત કરાયા હતા

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other