ઉકાઈ ખાતે કામધેનુ યુનિવર્સિટીના પ્રકલ્પોનું ભૂમિપૂંજન અને ખાતમુહુર્ત કરતા પ્રવાસન, મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જવાહર ચાવડા

Contact News Publisher

રૂા.૪.૩૨ કરોડના ખર્ચે કામધેનુ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સલેન્સ ઈન એકવાકલ્ચર અને સ્ટાફ કવાટર્સનું નિર્માણ કરાશે.

એકવેરિયમ તેમજ ઓર્નામેન્ટમાં વપરાય તેવો સંકલિત મત્સ્યોદ્યોગ છે. જેનાથી પર્યાવરણ જળવાય અને આવક પણ મળી શકે. – પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહર ચાવડા

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તા.૨૫ઃ તાપી જિલ્લાના ઉકાઈ (સિંગલખાંચ ગામ) ખાતે આજરોજ રૂા..૪.૩૨ કરોડના ખર્ચે તૈયાર થનાર કામધેનુ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સલેન્સ ઈન એકવાકલ્ચરના વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂંજન અને ખાતમુહુર્ત રાજ્યના પ્રવાસન,મત્સ્યોદ્યોગ વિભાગના કેબીનેટ મંત્રીશ્રી જવાહર ચાવડાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા,અતિથિ વિશેષ કમિશ્નર ઓફ ફિશરીઝ તેમજ ઈ.ચા. માહિતી નિયામકશ્રી ડી.પી.દેસાઈ (IAS ),કામધેનુ યુનિવર્સિટી ના કુલપતિ ડો.એન.એચ.કેલાવાલા, તાપી જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયા (IAS ) સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે આપણી પાસે સમૃધ્ધ જળવિસ્તાર છે. જેમાં વેજ્ઞાનિક ઢબે મત્સ્યોદ્યોગને વિકસાવીએ. આપણે બીજાને કેટલા ઉપયોગી બની શકીએ. ઘરમાં સુશોભન માટે એકવેરિયમ તેમજ ઓર્નામેન્ટલમાં ઉપયોગી માછલીઓના ઉત્પાદનથી આવકમાં વધારો થશે. આ વિસ્તારના મત્સ્યપાલકો તથા ખેડૂતો આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરશે.
સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કામધેનુ યુનિવર્સિટીની કલ્પના કરી હતી. જેને આજે ઉકાઈ ખાતેથી સાકાર કરી રહયા છે ત્યારે ગૌરવની લાગણી વ્યક્ત કરૂં છું. આ વિસ્તારના લોકો,વિદ્યાર્થીઓ,ખેડૂતો તાલીમ લઇ આર્થિક ઉપાર્જન કરી શકશે.આ સેન્ટર આ વિસ્તારના લોકો માટે આશિર્વાદરૂપ બની રહેશે. છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકારે દુરંદેશી વિચાર કરીને સિંચાઈ યોજનાઓ આપી છે.હાલમાં કોવિડ વેક્સિનેશની કામગીરીમાં બારડોલી સંસદિય વિસ્તાર મોખરાનું સ્થાન ધરાવે છે. વધુમાં સાંસદ વસાવાએ ક્રુઝ ઉતારી પ્રવાસનને વેગ આપવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
ફિશરીઝ કમિશ્નર અને ઈ.ચા.માહિતી નિયામકશ્રી ડી.પી.દેસાઈએ જણાવ્યું હતું હાલમાં જ ટૌક ટે વાવાઝોડામાં માછીમારો માટે ઐતિહાસિક રાહત પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું હતું.ઉકાઈના ૬૦ હજાર હેકટર જળરાશીમાં મત્સ્યોદ્યોગના વિકાસ માટે ગ્રામવિકાસની આર્થિક યોજનાઓ જોડીને મત્સ્યપાલન માટે તાપી જિલ્લો મોડેલ બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
કુલપતિ ડો.એન.એચ.કેલાવાલાએ કામધેનુ યુનિવર્સિટીના ત્રણ આધાર સ્તંભો શિક્ષણ,સંશોધન અને વિસ્તરણ અંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને રહેઠાણની સુવિધા અહીં મળી રહેશે. ઉકાઈ મુકામે ખેડૂતો માટે ઘરઆંગણે રોજી અને આર્થિક ઉધ્ધાર ની કટીબધ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.
તાપી જિલ્લા વિકાસ વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ ગ્રામ વિકાસ માટે સખીમંડળોને પણ આવરી લઇ મનરેગા યોજનાથી ગ્રામપંચાયતોને મજબૂત બનાવવાની હાકલ કરી હતી. સાથે સાથે ગામોમાં નાના તળાવો બનાવી મત્સ્યોદ્યોગને ઉત્તેજન આપવા સરપંચોને અનુરોધ કર્યો હતો.
ડો.સ્મિત લેન્ડે એ માહિતી આપતા જણાવ્યું હતું કે રૂા.૪ કરોડ ૩૨ લાખના ખર્ચે સાકાર થનારા સેન્ટર ઓફ એક્સલેન્સ-ઉકાઈ ખાતે ઓડિયો-વિડિયો વિઝયુઅલ,ડોરમેટરી,અધિકારી-કર્મચારીઓ માટે ૬ ક્વાટર્સ,બનાવવામાં આવશે..ઉકાઈ સંકલિત મત્સ્યોદ્યોગનું દેશનું લાઈવ મોડેલ બની રહેશે. અહીં સુશોભન,બ્રીડીંગ,ખોરાક વિગેરે સંશોધન અને વિસ્તરણ કામગીરી થશે.
મંત્રીશ્રી જવાહર ચાવડાએ મત્સ્યોદ્યોગ કેન્દ્ર ઉકાઈની મુલાકાત લઇ માછલીઓના સંવર્ધન,ઉછેરનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ ‘ ગૌધૂલિ’ બુકનું વિમોચન કર્યું હતું. ત્યારબાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે સંશોધન નિયામક ડો.ડી.બી.પાટીલ,વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.પી.એચ.વાટલીયા,મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક સમીર આરદેસણી,કે.વી.કે,નવસારી-વ્યારા ના અધિકારીઓ, જયંતિભાઈ કેવટ, રાજેન્દ્ર સિંગાડા,જિલ્લા ફિશરીઝ સ્ટાફ સહિત મત્સ્યપાલકો,ખેડૂતો, સરપંચો સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉપિસ્થત રહયા હતા.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other