ડાંગ જિલ્લામાં ભાજપ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી
ભાજપ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનની ગાથા રજુ કરાઈ, કટોકટી વિશે પણ માહિતગાર કરાયા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ભાજપ દ્વારા ડાંગ જિલ્લામાં ભારતીય જનસંધના સંસ્થાપક અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસની ઉજવણી ને લઈને ડાંગ જિલ્લાના આહવા, સુબીર, વઘઈ તાલુકા ખાતે પુષ્પાંજલી, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક સાફ સફાઇ અભિયાન, વેક્સિનેશન કાર્યક્રમની મુલાકાત સહિત અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી પ્રસંગે ડાંગ પ્રભારી સિતાબેન નાયક, કિસાન મોરચાના મંત્રી આશિષ ભાઈ દેશાઈ, ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઇ ગાવિત, ડાંગ ભાજપાના પ્રમુખ દશરથભાઈ પવાર, પુર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી કિશોરભાઇ ગાવીત, હરીરામભાઈ સાવંત , રાજેશભાઈ ગામીત, મંડળ પ્રભારી ધર્મેશભાઈ પટેલ, સંજયભાઈ વહેવારે,સહિતના ભાજપ પક્ષ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેશ પ્રત્યે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન અંગે અને જનસંઘની સ્થાપના અંગે તથા ભારતીય જનતા પાર્ટીના વિજય અને કટોકટી દિવસ સમયની સ્થિતિ અંગે તથા ડૉ. મુખરજીએ દેશની ઓળખ અને અખંડિતતાની રક્ષા માટે પોતાનું બલિદાન વિશે તેમના બલિદાન, સમર્પણ અને તેમના આદર્શો વિશે ભાજપના હોદ્દેદારો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ બલિદાન દિવસ ને લઈને જીલ્લાના કાર્યક્રમોમાં ભાજપના પદાધિકારીઓ, મંડલ પ્રમુખ, વિવિધ મોરચાના હોદ્દેદારો, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તથા જીલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય, મંડલના પ્રભારીઓ, કારોબારી સભ્યો, સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત આગેવાનો ત્રણે તાલુકામાં ઉપસ્થિત રહી શ્યામા પ્રસાદ મુખર્જી ના સ્મૃતિ દિવસે ઉપસ્થિત રહી બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.