ઉચ્છલ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી સ્કુલમાં ૫૦ ટકા ફિ માફ કરવાની માંગ કરાઈ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજ રોજ ઉચ્છલ આમ આદમી પાર્ટી દ્વારા ઉચ્છલ મામલતદારશ્રી હસ્તે શિક્ષણમઁત્રી ગાંધીનગરને આવેદનપત્ર આપી માંગ કરાઈ છે કે સમગ્ર ગુજરાતની સ્કુલમાં ૫૦ટકા ફિ માફ કરવામાં આવે અને કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોનો ભણતર ખર્ચ સરકારશ્રી ઉઠાવે !
હાલમાં કોરોના જેવી મહામારીની પરિસ્થિતિમાં રાજ્યમાં લોકોના ધન્ધા રોજગાર બંધ છે. કોરોના જેવી મહામારીમાં તમામ નાના મોટા ઉધોગોને મોઠો ફટકો પડ્યો છે. જેથી ઘણા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. હાલમાં લોકો બેરોજગાર બન્યા છે. આ કારણે વાલીઓ હાલમાં સ્કુલ કોલેજની ફી ભરવા માટે સક્ષમ નથી ? વિધાર્થીઓ તથા વાલીઓની હિતને ધ્યાનમાં રાખી હાલ ફી માં ઘટાડો કરી વિધાર્થીઓને રાહત આપવામાં આવે તેમજ કરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોનો ભણતરનો (જ્યાં સુધી ભણે ત્યાં સુધી) સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવેલ છે.