ગિરિમથક સાપુતારા કોરોના અનલોક થતા સહેલાણીઓનો ઘોડાપુર ઉમટી પડયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગિરિમથક સાપુતારા કોરોના અનલોક થતા સહેલાણીઓનો ઘોડાપુર ઉમટી પડતા સ્વાગત સર્કલ, ટેબલ પોઇન્ટ,સનરાઈઝ પોઈન્ટ, બોટિંગ વિસ્તારમાં વાહનોના ખડકલા સહિત માલેગામ ટોલ બુથ પર દિવસભર લાંબી કતાર લાગી જતા પ્રવાસીઓને હાલાકી વેઠવાની નોબત ઉભી થવા પામી હતી, સાથોસાથ સાપુતારા મા સોસીયલ ડિસ્ટનસિંગ અને માસ્ક વગર ફરતા પ્રવાસીઓ એ ધજાગરા કોરોના ગાઈડ લાઇનના ધજાગરા ઉડ્યા હતા.
કોરોના મહામારી વચ્ચે લોકડાઉન બાદ અનલોક થતા શનિ રવિવારે વિકેન્ડની મોજ માણવા હજ્જારો સહેલાણીઓ સાપુતારા ઉમટી પડયા હતા. દિવસભર ગાઢ ધુમ્મસિયા અને વરસાદી ઝાપટા માં પ્રવાસીઓએ પપ્રકૃતિક સૌંદર્ય નો લ્હાવો લીધો હતો.સાપુતારા ની તળેટીમાં આવેલ માલેગામ ટોલ બુથ પર સંચાલકોની બેદરકારીને પગલે ધીમીગતિએ ટોલ ઉઘરાવવાના કારણે દિવસભર વાહનો ની 5 કિમિ લાંબી લાઈન થઈ જતા સહ પરિવાર સાથે આવેલા પ્રવાસીઓને ભારે હાલાકીનો ભોગ બનવો પડ્યો હતો. શનિ રવિવારે વિકેન્ડ દરમિયાન સાપુતારા ની સરકારી ખાનગી હોટલો હાઉસફુલના પાટિયા ઝૂલી ઉઠ્યા હતા.સાપુતારા માં જ્યાં જોવ ત્યાં વાહનોના ખડકલા થી વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.કોરોના મહામારીમાં રોજગારી વગર રહેલા સ્થાનિક લારી ગલ્લા અને ધાબાઓ ને બખ્ખા થઈ જવા પામ્યા હતા. જોકે ખાનગી બંગલા ધારકો એ સહ પરીવાર સાથે આવેલા પ્રવાસીઓની મજબૂરીનો લાભ લઇ તગડું ભાડું વસુલ્યું હતું.અલબત્ત કોરોના અનલોક માં સાપુતારા ખાતે એડવેન્ચર એક્ટિવિટી, બોટિંગ ,રોપવે,સહિત ગાર્ડન બંધ કરવામાં આવ્યુ છતાં માત્ર પ્રાકૃતિક સૌંદર્ય માણવા ચિક્કાર જન મેદની થી સાપુતારા ઉભરાય ઉઠ્યું હતું.