તાપી જિલ્લા કોંગ્રસ સમિતિ દ્વારા નિઝર તાલુકાના વેલ્દા ટાંકી પાસે પેટ્રોલ પંપ સામે વિરોધ પ્રદર્શન

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : રાજ્યમાં કોરોના કાળ બાદ પેટ્રોલ-ડિઝલનો છેલ્લા સવા મહિનાથી ભાવ વધારો થઈ રહયો છે. જેના કારણે મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાયું ગયું છે. પેટ્રોલિયમ પેદાશોમાં થઈ રહેલા વધારાથી સામાન્ય માણસોનું ઘરોનું બજેટ ખોરવાયું છે. જેના સઁદર્ભમાં આજ રોજ સમય ૧૨:૩૦ કલાકે વેલ્દા ટાંકીના પેટ્રોલ પંપ પાસે તાપી જિલ્લાના કોંગ્રસ સમિતિ દ્વારા ગરીબોના હિતમાં પેટ્રોલ-ડિઝલ અને ગેસના વધી રહેલા અસહ્ય ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં તાપી જિલ્લાના ઉપપ્રમુખ ડી.બી. વળવી, માજી જિલ્લા પંચાયતના સભ્યશ્રી સુરેશભાઈ એસ.પાડવી, નિઝર તાલુકાના કોંગ્રસી કાર્યકરો રમેશભાઈ એસ.પાડવી, અજબસિંગભાઈ પુન્યાભાઈ વળવી તથા અન્ય કાર્યકરો ૫૦ જેટલાં ભેગા થઈ વેલ્દા પાણીની ટાંકી પાસે પેટ્રોલ પંપ ઉપર હાજર રહી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other